________________
तो ज्ञानी जाणे परंतु व्यवहारे तो सिद्धांतनो अर्थ सुधां करे अरु काल प्रमाण तथा शक्ती प्रमाण क्रिया करे । आपणी सगत गोपे नही । सगत ते अधिका करे नही । एह समकिति की रीत है । जोणसा पुरुष स्वलिंग अणलिंग औलखे नही ते पुरुष समकित मिथ्यात्व का स्वरुप किम ओलखे ? बुद्धीवंत को वीचार करणी जोइए । इसका अर्थ समझके कूलिंग छोड देवो.
વિવેચન :- જે ગૌતમ સ્વામીનાં મોઢે મોહપત્તિ બાંધેલી હોય તો બીજી કઈ મોહપત્તિ હતી ? જેથી ગૌત્તમ સ્વામીને મૃગાવતી રાણી કહે મોઢે બાંધો ! ૧૪ ઉપકરણમાં મોહપત્તિ એક ઉપકરણ કહ્યું છે તે તમારી શ્રદ્ધા પ્રમાણે તો પહેલેથી જ મોઢે બાંધેલી હશે. ફરી શું બાંધવી હતી ? ત્યારે મતાવલંબી બોલ્યા - અહીં તો મોઢે બાંધવાનું કશું જ કામ હતું નહિ. મોઢાને દુર્ગધ ન આવે દુર્ગધ તો નાકને આવે છે તે માટે નાક બાંધ્યું છે. તેનો ઉત્તર - તમારા કહેવા પ્રમાણે તો ગણધર ભૂલે, કારણ કે બાંધ્યું નાક ને લખ્યું મોટું. તે પ્રત્યક્ષ વિરુદ્ધ છે. શ્રી ગણધર મહારાજ પરમ ઉપયોગવાલા અધિકું ઓછું કેમ કહે ? ગળાથી ઉપરનું બધાનું નામ મોટું છે. જો મોઢે બાંધ્યું હોય તો ગણધર મહારાજને મોઢું ફરીથી બાંધવાનું મૃગાદેવી કહે ? મોટું ખૂલ્યું હોય તો મોટું બાંધવા કહ્યું. મોઢે બાંધ્યું તો નાક પણ અંદર બંધાઈ ગયું. આમાં શું સંદેહ છે ? પરંતુ શ્રી ગુરુની કૃપા વિના સિદ્ધાંતના રહસ્યો જણાય નહિ. આ કાળમાં ગુરુનો યોગ મળવો દુર્લભ છે. ગુરુ વિના જ્ઞાન નથી. જ્ઞાન વિના સમકિત નથી. સમકિત વિના ચારિત્ર નથી. તત્ત્વ વિચાર નથી. તત્ત્વ વિચાર વિના મોક્ષ નથી. મોક્ષ વિના શાશ્વત સુખ નથી. આમ જાણી સમકિતી ગુરુ હોય તેની સેવા કરો.
શિષ્ય કહે - સ્વામીજી ! સમકિતી તો બધા કહેવડાવે છે. મને સમકિતી મિથ્યાત્વીની ખબર કેમ પડે ? ગુરુ કહે નિશ્ચયથી જ્ઞાની જાણે પણ વ્યવહારથી સિદ્ધાંતનો અર્થ બરાબર કરે અને કાળ અને શક્તિ પ્રમાણે ક્રિયા કરે. પોતાની શક્તિ ગોપવે નહિ. શક્તિથી અધિક કરે નહિ. આ સમકિતીની રીત છે. જે પુરુષ સ્વલીંગ અન્યલીંગ ઓળખે નહિ તે પુરુષ સમકિતી અને મિથ્યાત્ત્વનું સ્વરૂપ કેમ ઓળખે ? બુદ્ધિમાને વિચાર કરવો જોઈએ. આનો અર્થ સમજીને કુલીંગને છોડી દેવો. પાઠ ૨ આચારાંગ શ્રુતસ્કંધ - ૨ - અધ્યયન - ૨, ઉદ્દેશ - ૩
से भिक्खू वा भीक्खूणी वा उसासमाणे वा निसासमाणे वा कासमाणे वा छियमाणे वा जंभायमाणे वा उड्डोए वा वायणिसग्गे
- ૨ - ર
મોદપરી વર્ષા