________________
છે, શ્રી મહાવીર સ્વામીએ ગૌતમસ્વામી પ્રત્યે કહ્યું છે કે ગૌતમ ૧૨૫૦ વર્ષથી કંઈક અધિક મારા મોક્ષે ગયાને થશે ત્યારે પોત પોતાની મતી કલ્પના કરી કરીને ઘણા મત મતાન્તરો થઈ જશે. કોઈ વિરલ શ્રમણ માહણ થશે. આવું વિચારીને શ્રીપૂજ્યે જ્યાં તેમના યતિઓ હતા, ત્યાં ત્યાં બધે પત્રો મોકલાવી દીધા. તમારે મોહપત્તિ બાંધીને વ્યાખ્યાન નહિ કરવું. મોહપત્તિ હાથમાં રાખવી. એટલે આ વાત તેના બધા પરિવારે પ્રમાણ કરી લીધી ત્યારે પંજાબ દેશમાં મુખબદ્ધ લીંગ અન્યમતીઓનું છે તે વિશેષ પ્રગટ થયું.
સ્યાલકોટથી વિહાર કરીને હું રામનગરમાં આવ્યો. મુલચંદ અને પ્રેમચંદ પણ રામનગરમાં હતા. અમે ત્રણેય સાધુઓ ભેગા થઈ ગયા. બે ચાર દિવસ રહીને ગુજરાનવાલા વિહાર કર્યો. મુલચંદને ગુજરાનવાલા મુકીને મેં અને પ્રેમચંદે પતીયાલા તરફ વિહાર કર્યો. વિચરતા વિચરતા કોટલામાં ગયા અને અમારા ભાવ દિલ્હી જવાના હતા. તેથી અમે કોટલાથી વિહાર કર્યો.
આગળ પતિયાલામાં અમરસિંગના ગુરુ ભાઈએ ૬૦, ૭૦ તપસ્યાઓ કરી હતી. તેણે પતિયાલામાં પચ્ચક્ખાણ-અનશનપૂર્વક કાળ કર્યો હતો. તેના મહોત્સવ ઉપર ઘણા ક્ષેત્રના ભાઈઓ તથા ઘણા ૨.૨ ટોળાના સાધુ સાધ્વીઓ ભેગાં થયા હતા.
તેથી અમે પણ ત્યાં આવી ગયા. પતિયાલામાં આહાર પાણી લીધા. અમે બન્નેયે વિચાર્યું અહીં તો ઘણા મતી-સંપ્રદાયવાળા ભેગા થાય છે માટે અમને અહીં ઉપદ્રવ થશે. અમારે અહીં રહેવું યોગ્ય નથી. અહીંથી ચાલીએ. રસ્તામાં આહાર કરી કાલે અંબાલા જઈશું. જ્યારે તેઓએ બાવીસ સંપ્રદાયવાળાઓએ જાણ્યું કે તેઓ બુટેરાયજી તો અહીંથી ચાલ્યા ગયા છે. ત્યારે તેઓએ વિચાર્યું અત્યારે તેઓ ખરા દાવમાં હાથમાં આવ્યા હતા. હવે તો નીકળી ગયા છે હવે કેમ કરવું ? લોકોને તેઓએ કહ્યું - તમે એમને નરમાઈ કરીને અહિ પાછા લાવો. ત્યારે ૨૦, ૨૫ ભાઈઓ અમારી પાછળ ભાગ્યા. આવીને અમને વંદન નમસ્કાર કરીને બોલ્યા. સ્વામીજી ! તમે ક્ષેત્ર છોડીને કેમ નીકળી જાવ છો ? આપ સુખેથી પધારીને ઉતરો વિગેરે અનેક ઉત્તર પ્રતિ ઉત્તર થયા. અમને પાછા લઈ ગયા. અમે જાણ્યું અહીં કંઈક ઉપસર્ગ થશે
૧૫ * મોહપત્તી ચર્ચા
-