________________
ત્યારે મેં કહ્યું : સારી વાત છે, આપણે ચાલકોટ જઈશું. પછી મને લઈને તપસ્વી સાલકોટ ગયા ત્યાં મુહપત્તિની ચર્ચા થઈ. સોદાગરમલ ચર્ચામાં અટકી ગયો પછી બોલ્યો અમે ક્યાં સૂત્ર ભણ્યા છીએ ? અમારા ગુરુની સાથે ચર્ચા કરો. જે સાધુ તમારી શ્રદ્ધા પ્રમાણ કરશે તો અમે પણ પ્રમાણ કરી લઈશું. ત્યારે અમે સોદાગરમલને કહ્યું ભાઈ સાહેબ ! અમારી તમારી ચર્ચા તો તપસ્વીજીએ સાંભળી લીધી છે. હવે તમારા ગુરુની સાથે ચર્ચા થશે ત્યારે જોઈ લેવાશે. ત્યારે તપસ્વીજીએ કહ્યું : સ્વામીજી ! આપ સુખે વિચરો, મારે જે ચર્ચા સાંભળવી હતી તે સાંભળી લીધી છે. આપ મારા ધર્માચાર્ય છો અને હું આપનો શ્રાવક છું. તપસ્વીજી તો સ્વાલકોટ રહ્યા.
હું ત્યાંથી વિહાર કરી ગયો. પછી કેટલોક કાળ બીજા ક્ષેત્રોમાં વિચરી પછી એક ચેલાને સાથે લઈ ચાલકોટ ગયો. ત્યાં મારા ચેલાનું મન ફરી ગયું. ત્યાં કોણ જાણે એના મનમાં સહજ વિચાર આવ્યો અથવા કોઈકના ઉપદેશથી તેણે મને કહ્યું મારે તમારી પાસે નથી રહેવું. મેં કહ્યું જેવી તારી ઈચ્છા. રેખજીના સમુદાયમાંથી નીકળીને મારો ચેલો થયો હતો તે સાલકોટથી મારી બે પોથીની જોડ ઉપાડીને લઈ ગયો.
લોકાગચ્છના શ્રીપૂજ્ય રામચંદ્રજી હતા. સારા ભણ્યા ગણ્યા હતા, પંડિત પણ સારા હતા, તેની શ્રદ્ધા પ્રતિમા પૂજવાની પણ હતી, તથા દેવ-તીર્થ યાત્રા પૂર્વદિશ તથા ગુજરાતમાં કરીને આવ્યા હતા. જે ચેલો મારી પોથીઓ લઈ ગયો હતો તે પોથીઓ તેઓએ તેની પાસેથી લઈને મારા ઉપર મોકલાવી દીધી અને શ્રીપૂજ્ય વિચાર્યું બુટેરાયે મોહપત્તિનો દોરો તોડી નાખ્યો છે અને મોહપત્તિ હાથમાં રાખે છે. અને આ પ્રમાણે કહે છે - મોહપત્તિ મોઢે બાંધવી જૈનના સાધુને કોઈ સૂત્ર સિદ્ધાંતમાં જોઈ નથી અને સોમીલ સન્યાસીએ મોહપત્તિ બાંધી છે તે અન્યમતી છે. આનાથી આજ સંભવે છે. મુખ બાંધવાનું લીંગ છે તે અન્યમતી ફકીરનું છે. ત્યારે શ્રીપૂજ્ય વિચાર્યું જે મુખબદ્ધ લીંગ અન્યમતનું છે તો અમે મુખ બાંધીને ઉપદેશ આપીએ છીએ તે અમને અન્યલીંગ ધારીને ઉપદેશ આપવો યોગ્ય નથી. સૂત્ર સિદ્ધાંતના વિષે ઘણો ઉપયોગ આપ્યો પરંતુ ક્યાંય મોહપત્તિ બાંધીને ઉપદેશ આપવાનો અધિકાર જોયો નહિ. શ્રીપૂજયે વિચાર્યું - આ પંચમકાળ અને હૂંડાવસરપિણીનો પ્રભાવ છે તથા મહાનિશિથસૂત્રમાં કહ્યું
૧૪
- મોહપતી ચર્ચા