________________
લોકમાં મોહ ઉત્પન્ન કરાયો છે. જેથી ઘણા લોકો સ્વભાવે નિપુણ હોવા છતાં શુભ ધર્મથી ચલીત થાય છે. નેમીચંદ્ર કરેલી ષષ્ટીશતકમાં જોઈ લેજો. ગાથા ૧૪૧. જેણે સંસ્કૃત વગેરે ગ્રંથો રચ્યા છે તે પુરુષે ભગવતી નહિ સાંભળી હોય? તે કહો.
ગાથા-અર્થ : વધતા જતા પ્રભાવવાળા ભમ્મરાશી ગ્રહના ભાઈબંધ સમાન દશમાં આશ્ચર્યના સામ્રાજ્ય વડે પોષાતા મિથ્યાત્વ રૂપ અંધકારમાં ડબેલા જગતમાં જ્યારે જિનેશ્વરનો ધર્મ સંકોચાઈ રહ્યો છે ત્યારે સક્લિષ્ટ, દ્વષી અને મૂઢ અત્યંત દુષ્ટ જડ લોકોની પરંપરાના રાગથી જિનેશ્વરના વચનના વિરોધી, વિષયના રાગી અને વેશધારી સાધુઓ વડે આ ઉન્માર્ગ પ્રવર્યો છે. સંઘ પટ્ટક ગ્રંથમાં જોઈ લેજો ! શ્રી જિનવલ્લભ સૂરિએ ટીકા ગ્રંથ રચ્યા છે. હજારો ગાઉ સુધી પ્રસિદ્ધિ છે તે પુરુષે ભગવતીજી નહિ ભર્યું હોય ને? તથા કલ્પસૂત્ર તે પુરુષ નહિ ભર્યું હોય ને? તે કહો.
તથા સોમસુંદરસૂરિ તપાગચ્છમાં ૫૦મી પાટે થયા છે. ષષ્ટીશતકનો બાલાવબોધ કર્યો છે. તેમણે મહાવીર સ્વામીની પછી અસંયતીનો અચ્છેરો કહ્યો છે.
તથા શ્રી યશોવિજયજી છે. મહારાજ જે કાલમાં વિનય વિ. એ બન્ને આશરે ૧૭૫૧માં થયા છે. બહુલ અસંયતની જે પુજા, એ દશમો અચ્છરો ! ષષ્ટીશતકે ભાખ્યો ઠાણાંગે, કલી લક્ષણ અધિકેરો રે II૩૭ કુગુરુની સજઝાય યશ વિ. કૃત સજઝાયમાલાની ચોપડીમાં પાના ૩૩માં જોઈ લેજો.
લક્ષ્મીવલ્લભ તથા વિનય વિ. તો પછી થયા છે અને સોમસુંદર વિ. તો તેઓથી પહેલા થયા છે.
ફરી શિષ્ય બોલ્યો : તેઓને તો કુપક્ષી કહ્યા છે ? ઉ. - હલ તો પરસ્પર પોતાને સ્વપક્ષી કહે છે. બીજાને કુપક્ષી કહે છે. આ તો રાગદ્વેષની વાતો દેખાય છે. તે વાતો પ્રમાણ નથી હોતી. પોતપોતાના ઘરમાં વાતો કરે છે તે તો આત્માર્થી પુરુષને પ્રમાણ કરવી ઉચિત નથી. તત્ત્વ-વિચારી પુરુષને તો તત્ત્વ વિચાર કરવો ઉચિત છે. મત અને પક્ષ છોડીને નિર્ણય
- ૪૬
- મોહપતી ચર્ચા