________________
કરે તો સાચા જુઠ્ઠાની પરીક્ષા થાય ! તથા કયા શ્રુત કેવલીએ તેઓને કુપક્ષી કહ્યા છે અને એઓને સ્વપક્ષી કહ્યા છે ? તે સૂત્ર નિયુક્તિમાં કાઢી બતાવો તો પ્રમાણ કરીએ. 'જુઠા મત કદાગ્રહ તો જુઠ્ઠાને રુચે છે. સત્ પુરુષને તો સત્ પુરુષની શ્રદ્ધા અંગીકાર કરવી જોઈએ પરંતુ પક્ષપાતમાં પડવું ઉચિત નથી.
ત્યારે શિષ્ય બોલ્યો
મને તો શંકા પડી ગઈ - હું કયા પુરુષને સાચો કહું અને કોને જુઠ્ઠો કહું ? આ તો કોઈક એમ જ કહે છે કોઈક કેમ કહે છે હું કોની શ્રદ્ધા અંગીકાર કરું ? તથા કોની છોડું ? મને કોઈ રસ્તો બતાવો. મારી શ્રદ્ધા શુદ્ધ કેમ થાય ? તે કહો. ઉત્તર - હે શિષ્ય તારી મતિ શુદ્ધ હોય તો વાત થાય. તારી મતિ વિપરીત હોય તો વાત ન થાય. તને કર્મ વિવર આપે. જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મ ઉપશમે તો તને જુક તથા સાચાની સમજ પડે. દેવગુરુ તો નિમિત્ત કારણ છે. તારુ ઉપાદાન જાગે તો દેવગુરુ નિમિત કારણ બને. દેવગુરુ તો બધાય જીવોને સદાય હિતકારી છે પરંતુ આત્મામાં દેવગુરુના ઉપદેશથી જ્ઞાન પ્રગટ થાય તો જીવોનું હિત થાય. એ માટે નિશ્ચયથી આપણો આત્મા જ હીત અહીતકારી છે. પણ બીજા કોઈ હિતાહિતકારી નથી વ્યવહારથી દેવગુરુ ધર્મ હિતકારી છે. કુંદેવ કુગુરુ કુધર્મ અહિતકારી છે. માટે તે જે કહ્યું કોઈ કેમ પ્રરૂપે છે, કોઈ કેમ પ્રરૂપે છે. મને શંકા પડી ગઈ. આ શંકા ક્યારે જવાવાળી નહિ. આવો કાળ કયા દિવસે આવશે ? જે દિવસે અસત્ય પ્રરૂપક કહેશે કે અમે તો અસત્ પરૂપક છીએ. તમે સત્ય પ્રરૂપક પાસે જઈ સત્ય પરૂપણા અંગીકાર કરો. આ વાત તો ક્યારે પણ બને નહિ. પરંતુ આ વાતનો અનાદિ કાળથી થઈ રહી છે. સત્ય પ્રરૂપક તો હિતોપદેશ આપે છે. કોઈ જીવ ધર્મ સાંભળીને પ્રતિબોધ પામે તો કહેશે - જહાસુહમ્ - જેમ સુખ. થાય તેમ કરો. પરંતુ ધર્મ કાર્યમાં ઢીલ નહિ કરો. કારણકે સત્ય પ્રરૂપક તો નિરપેક્ષ હોય છે.
તથા અસત્ય પ્રરૂપક તો કહે અમારી પ્રરૂપણા તો સાચી જ છે. તમે અંગીકાર કરી લો. ચૂકશો નહિ. ચૂકશો તો ફરી દુર્લભ પ્રાપ્તિ થશે. તે મોહવશ આમ કહે તો પણ જેના આત્માને જ્ઞાનનો બોધ હશે તે જીવ
મોહપત્તી ચર્ચા
૪૭
-