________________
શ્રમણ ચતુર્વિધ સંઘ કહીએ. તે માટે ચર્તુવિધ સંઘને તથા તીર્થપતિને તીર્થ કહીએ. આ વાત વિજય લક્ષ્મીસૂરિકૃત વીશ સ્થાનકની છેલ્લી પૂજા જોઈ લેજો. અને તેને જ સંઘ કહીએ.
તે સંઘ કોને કહીએ? ઉત્તર – જે નિર્મલ જ્ઞાને કરી પ્રધાન હોય તેને કહીએ. આ વાતનું સમર્થન કરતો શાસ્ત્રપાઠ શ્રી જિનાગમમાં - નિર્મલજ્ઞાનની પ્રધાનતાવાળા દર્શનથી યુક્ત ચારિત્ર ગુણવાળો અને શ્રી તીર્થંકરની આજ્ઞાથી સહિત આવો સંઘ કહેવાય છે. પરંતુ પૂર્વોક્ત ગુણોથી રહીતને શ્રમણ સંઘ ન કહીએ. ગુણ રહીત હોય તેને હાડનો સંઘ કહીએ. કહ્યું છે, એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા આજ્ઞાયુક્ત હોય તો સંઘ છે; બીજો હાડકાનો ઢગલો છે.
તથા જે કંઈ અન્ય મિથ્યાત્વીમાં દયાદિક ગુણો છે તે પણ પ્રશંસવા ઉચિત નથી, કારણ કે તેના ગુણગાન કરે તો મિથ્યાત્ત્વની વૃદ્ધિ થાય. અજાણ ભોલા લોકો તેના ગુણ જાણીને અવગુણને ગૌણ કરી દે. ગુણને મુખ્ય કરી દે. મિથ્યાત્વની વૃદ્ધિ થાય. તેમાં તે પ્રશંસક પુરુષ નિમિત્ત થાય. મહાદોષ નિપજે- માટે મિથ્યાજ્વીના ગુણ જાણવા ઉચિત છે પણ કહેવા ઉચિત નથી. જેમ દૂધને દૂધ જાણે, વિષ ને વિષ જાણે એમાં વાંધો નથી પણ વિષ પ્રશંસે તો વિષ મિશ્રિત દૂધને અજાણ ભોલા લોકો પીવે તો મરે. તેમ મિથ્યાષ્ટિમાં કોઈ ગુણ હોય તો પણ તે ગુણ જીવને સંસાર સમુદ્રથી તારી શકે નહિ, કારણ કે મિથ્યાત્વ બલવાન છે. અને ગુણ છે તે અલ્પ છે. જેમ ઔષધ તો ગુણ કરવાવાળું છે પણ તેમાં બાણની અણી છે. ઔષધ એક શલ્ય મટાડે અને બાણની અણી અનેક શલ્યો ઊભા કરે તે માટે મિથ્યાત્વના બાણની અણી કાઢી ક્રિયારૂપ ઔષધી લગાવે તો જીવ મોક્ષનો આરાધક થાય. પરંતુ અંતરગત શલ્ય રહે છતે રોગી સાજો થાય નહિ. ઔષધી નકામી જાવે. તેમ સમકિત વિના ક્રિયા સફળ ન થાય. આમ જાણીને જાતે જ પોતે કલ્પ પ્રમાણે દેવ ગુરુ ધર્મની દ્રવ્યભાવથી સેવા કરવી ઉચિત છે. પણ ખોટા કદાગ્રહમાં પડવું ઉચિત નથી. દેવગુરુ ધર્મ આદરવા યોગ્ય છે. કુદેવ-કુગુરુ-કુધર્મ જાણવા યોગ્ય છે. આ વાત તો બધા મતીઓ એમ જ કહે છે. પરંતુ કહેવા પુરતા તેઓના દેવ ગુરુ ધર્મ છે,
૫૦ મોહપત્તી ચર્ચા