________________
સેવે છે તો કુદેવ-કુગુરુ-કુધર્મની પુષ્ટિ ઘણા જીવો કરી રહ્યા છે તે જીવોને કશું વશ નથી. મિથ્યાત્ત્વ મોહનીયના ઉદયે તે જીવોની સુઝ બુઝ જતી રહી છે. જેમ વ્યભિચારીણી સ્ત્રી ભર્તારની નામ પુરતી કહેવડાવે છે. પર પુરુષની સાથે રમે છે તેમ ઘણા જીવ જૈન નામ ધરાવે છે. મિથ્યાત્ત્વમાં રાચે છે.
તથા જેમ મદ્યપાન કરીને જીવની વિપરીત મતિ થઈ જાય છે. તેમ હુંડાવસર્પિર્ણી (૧) પચંમકાળ (૨) ભસ્મગ્રહ (૩) સંસક્ત મિથ્યાત્ત્વ (૪) અને ભરતક્ષેત્રમાં કૃષ્ણપક્ષી જીવોની ઘણી ઉત્પત્તિ (૫) આ પાંચ મળીને ધર્મનો નાશ કરે છે. છતાં ભવસ્થિતિનો પરિપાક થાય, ધર્મ પામવાનો કાળ આવ્યો હોય તથા પુણ્યાનુબંધિ પુણ્યનો ઉદય હોય તો જીવને સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધા થાય. શ્રદ્ધા થવી તો સદા દોહીલી છે. પરંતુ આ કાળમાં વિશેષ દોહીલી છે. ગુરુ તથા શ્રદ્ધાવંત જીવ કાંઈક વિરલા છે. મત કદાગ્રહી જીવો ઘણા છે. છતાં કોઈ જીવ કેવલી પ્રરૂપીત ધર્મ પામે તે એકાન્ત નિષેધ નથી. પામે તો પામે પરંતુ દુર્લભ દેખાય છે. આ દુષ્ટકાળ છે. ગુરુ સંયોગ મળવો દોહીલો છે. કોઈ ફરી જોગ મળે તો કશો નિષેષ નથી. ગુરુ સંયોગ પામે તો પામે પણ પામવો દોહીલો છે. જો કોઈ જીવ સમકિત હોય અણુવ્રતી હોય તથા મહાવ્રતી હોય અને તમને પ્રત્યક્ષ મળે, તેનો સમિતિ વગેરેનો જાણી જોઈને યથા યોગવિનય સાચવે, ન આચરે તો સમિત મલીન થાય તથા મૂળથી પણ જાય.
કોઈ કહે મને ખબર પડતી નથી તે વાત ખરી પણ તને પોતાની ખબર પડે છે કે નથી પડતી ? તે કહે. ત્યારે બોલ્યો - મને પોતાની ખબર નથી પડતી કે હું સમિકિત છું કે મિથ્યાત્ત્વી છું ? કે આર્ય ! તને પોતાના સમિતની ખબર નથી પડી તો બીજાના સમકિતની શી રીતે પડે ?
ઉત્તર તને ખબર નથી પડતી તો રાગ દ્વેષ છોડીને અને મત કદાગ્રહીઓનો પક્ષપાત છોડીને આત્માર્થી થઈને ભલા ધર્માથી પુરુષોનો સંગ કર. સૂત્ર ભણવાનો ખપ કર. જ્યારે તને જ્ઞાનની પ્રાપ્તિ થશે ત્યારે જાણશે. વીતરાગે કહ્યું છે - ‘જે પોતાને જાણે છે તે પરને જાણે છે.’ આ વચનથી. જુઓ મૂળમાં ગાથાઓ.
-
૫૧
મોહપત્તી ચર્ચા