________________
શુદ્ધાશુદ્ધ વિચારશે. તે માટે પોતાનો આત્મા જ નિશ્ચયથી ઉપકારી જાણવો. બીજો સુખદાયી દુ:ખદાયી કોઈ નથી. તમે પોતે જ વિચારશો તો સુખી થશો. તમારે વિચાર કરવો જોઈએ. અસંયતીનો અચ્છેરો કયા તીર્થંકરના તીર્થમાં થયો તે વિચાર કરવો.
ત્યારે શિષ્ય બોલ્યો - સ્વામીજી ! હું શું કહું ? આપ જ મને કહેશો તે હું પ્રમાણ કરીશ. ઉત્તર - મહાનિશીથ સૂત્ર જોતાં તો મને એમ લાગે છે.
તથા ઠાણાંગ તથા અર્થ : સાત સ્થાને કરીને આગાઢ દુષમ કાળ જાણવો (૧) મેઘ અકાલે વર્ષે (૨) કાલે વર્ષે નહિ (૩) અસાધુઓ પુજાય (૪) સાધુઓ ન પૂજાય (૫) સાધુઓને વિષે લોક મિશ્રભાવને પામે (૬) મનનો દુર્ભાવ (૭) વચનનો દુર્ભાવ આ પાઠ ઠાણાઙ્ગ સૂત્ર ૭માં સ્થાનમાં જોઈ લેજો.
સૂત્ર ઠાણાંગે દશ સ્થાને કરીને આગાઢ દુષમકાળ જાણવો - (૧) મેઘ અકાળે વરસે, (૨) કાલે ન વરસે, (૩) અસાધુઓ પૂજાય, (૪) સાધુઓ ન પૂજાય, (૫) સાધુઓને વિષે લોક વિપરિતપણાને પામે, (૬) થી (૧૦) અમનોજ્ઞ શબ્દ, રૂપ, રસ ગંધ સ્પર્શ આ પાઠ ૧૦મા સ્થાને ઠાણાંગસૂત્રમાં જોઈ લેજો. આ પાઠોથી આજ સંભવ લાગે છે - જે અસંયતિનો અચ્છેરો તે આગાઢ દુષમકાળમાં થાય છે. દુષમ કાળ તો બધી અવસર્પિણીમાં હોય છે પરંતુ આગાઢ દુષમકાળ તો હૂંડા અવસર્પીણીમાં હોય છે. જેમ દુર્ભીક્ષ તો જ્યારે હોય છે ત્યારે દુ:ખદાયી હોય છે પરંતુ ૧૨ વર્ષી દુર્ભીક્ષ અત્યંત દુ:ખદાયી છે. વગેરે ચર્ચા ઘણી છે. પરંતુ વાનગી માત્ર લખી છે. છતાં જેની જેવી બુદ્ધિ હશે તેવો વિસ્તાર કરશે. આ પાઠ સમકિતિએ વિચારવા યોગ્ય છે. ઇતિ તત્ત્વ.
સૂત્રપાઠનો અર્થ જે રાત્રીને વિષે શ્રમણ ભગવાન. મહાવીર કાલગત થયા, સિદ્ધ થયા, બુદ્ધ થયા યાવત્ સર્વ દુઃખથી મુકાયા તે રાત્રીને વિષે ક્ષુદ્રસ્વભાવી ભસ્મરાશી નામનો મહાગ્રહ ૨૦૦૦ વર્ષની સ્થિતિવાળો શ્રમણ ભગવાન મહાવીરના જન્મ નક્ષત્રના વિષે સંક્રમ્યો. જ્યારથી તે ક્ષુદ્રસ્વભાવવાળો ભમ્મરાશી નામનો ગ્રહ યાવત્ જન્મ નક્ષત્રમાં સંક્રમ્યો
મોહપત્તી ચર્ચા
→
૪૮