________________
આંતરામાં આગળ પાછળના આઠ આંતરામાં કાલીકહ્યુતનો વિચ્છેદ થયો નથી અને મધ્યમ તીર્થંકરના ૭ આંતરામાં કાલિક શ્રુતનો વિચ્છેદ ગયો છે અને તેવીસે તેવીસ આંતરામાં દૃષ્ટિવાદનો વિચ્છેદ ગયો છે. બુટેરાયજીનો અર્થ : આ પાઠની ટીકામાં તો કોઈ દશમા અચ્છેરાની વાત નથી. અહીં તો ૨૪ તીર્થકરોના ૨૩ આંતરામાં દેષ્ટિવાદ વિચ્છેદ ગયો અને આઠ તીર્થકરોના ૭ આંતરામાં કાલિક સૂત્ર વિચ્છેદ ગયો. પ્રવચન સારોદ્ધારની ટીકામાં તથા કોઈ કોઈ ટીકામાં આ જ ગાથાઓ છે ત્યાં એમ કહ્યું છે આઠ તીર્થકરના ૭ આંતરામાં તીર્થ વિચ્છેદ કહ્યો પરંતુ ૧૦મું અચ્છેરું તો ભગવતીજીની ટીકામાં તથા મૂળમાં કહ્યું નથી. કોઈ બતાવે તો પ્રમાણ કરીએ, જે જ્ઞાની કહે તે મને પ્રમાણ છે. મને હિતશિક્ષા આપે તે મારા પરમ ઉપકારી છે. પરંતુ એમ તો નથી કહ્યું કે સુવિધિનાથના તીર્થમાં અસંયતિનો અચ્છેરો થયો. ત્યારે શિષ્ય કહે છે - જેઓએ ટીકા બનાવી છે શું તેઓએ ભગવતીજી નહિ વાંચ્યું હોય ? આપને તો તેઓથી ઘણું જ્ઞાન થયું ? ઉ. - મને તો ઘણું જ્ઞાન નથી પરંતુ પંડિત ટીકાના બનાવવાવાલા તથા વાંચવાવાલા એમ પણ કહે છે શ્રી મહાવીરના તીર્થમાં અસંયતીનો અચ્છરો કહ્યો છે. મહાવીર નિર્વાણ થયા પછી કેટલોક કાળ પસાર થયા પછી અસંયતીનો અચ્છરો કહ્યો છે. તે લખીએ છીએ. અંચલગચ્છવાળાએ ઠાણાંગની ટીકા કરી છે. ૧૦મા ઠાણાંગમાં ૧૦ અચ્છેરા કહ્યા છે ત્યાં ૧૦મા અચ્છેરાનો અર્થ કર્યો છે કે તે મહાવીર નીર્વાણ થયા પછી થયો છે. તે પુરુષે ભગવતીજી વાંચ્યું હશે કે નહિ તે કહો?
હે હૃદય ! એક છે પંચમ આરો, દશ અચ્છેરાએ કરીને દુસ્તર છે. જેમાં ભસ્મગ્રહની મહિમા ભરપુર છે તો કોઈ વિરલ મોક્ષમાર્ગ પામે. આ સમયમાં ગુરુ પણ દુર્લભ છે તો સાધુનું મળવું કેમ સુલભ હોય ? આ પ્રમાણે ગુરુ છત્રીસી અને આગમ બત્રીસી પાર્શ્વચંદ્રજીએ કરેલી છે તેમના વચને આ કહ્યું છે. તે પણ પંડિત હતા. જેઓ ટીકાઓના બાલાવબોધ કરે છે, તે પંડિત હતા કે નહિ ? તેમણે ભગવતીજી નહિ વાંચ્યું હશે કે નહિ તે કહો ?
ગાથા - અર્થ વર્તમાનકાળમાં દશમું અચ્છે છે. નામના આચાર્યો વડે
૪૫
% મોહપત્તી ચર્ચા