________________
સુવિધિનાથના આંતરામાં અસંયતીઓનું અચ્છેરુ જોયું છે તથા વિનય વિ. ઉપાધ્યાયજીએ કલ્પસૂત્રની સુબોધિકા ટીકા બનાવી છે તેમાં પણ અસંયતીનું અચ્છેરુ સુવિધિનાથના વારામાં કહ્યું છે તથા કલ્પસૂત્રના વ્યાખ્યાનમાં પણ સુવિધિનાથના વારે અસંયતીનું અચ્છેરુ કહ્યું છે તથા કોઈક બીજી ટીકા વગેરેમાં કહ્યું હશે. ટીકાકાર મહાબુદ્ધિવંત વિચાર્યા વગર વાત કરે નહિ. સ્વામિજી ! હું તો આપનો શિષ્ય છું. આપને કોઈ બહુશ્રુત પુરુષની આશાતના ન લાગે તે વિચારી લેજે. ગુરુ કહે છે હે દેવાનુપ્રિય ! મે કોઈની નિંદા તો કરી નથી. જેમ મને લાગ્યું છે તેમ તને મેં કહ્યું છે. ક્યારેક પુણ્યયોગે જ્ઞાની મહારાજ મળશે ત્યારે હું નિર્ણય કરીને જેમ બહુશ્રુત મહારાજ કહેશે તેમ સ્વીકાર કરીશું. ખોટું કહેશે તો દંડ પ્રાયશ્ચિત લઈશ. આ કાળમાં બહુશ્રુતનો યોગ મળવો દુર્લભ દેખાય છે. અત્યારે હું કોની પાસે કહું? કેમ નિર્ણય કરું ? ત્યારે શિષ્ય કહે છે : આ કાળમાં બહુશ્રુતો તો મળવા દુર્લભ છે પણ બહુશ્રુતોના શાસ્ત્રો તો છે. તેની તો શ્રદ્ધા રાખવી જોઈએ. હે શિષ્ય ! આ વાત ઘણી સારી કરી પરંતુ પોતપોતાના મતમાં ઘણા બહુશ્રુત થઈ ગયા છતાં પરસ્પર પ્રરૂપણામાં વિરોધ દેખાય છે. તો કોની પાસે નિર્ણય કરીએ ? તે તું કહે. હું જોઈને સ્વીકાર કરીશ. ત્યારે શિષ્ય કહે જે ગુરુએ આપણને સંસારમાંથી કાઢ્યા છે તે ગુરુ પાસે નિર્ણય કરવો ઉચિત છે. તેનો ઉત્તર- જે ગુરુએ સંસારમાંથી કાઢ્યા છે તથા મને સંસારમાંથી કાઢવા સમર્થ છે તે પુરુષ આ ભવમાં તો મને મળ્યા નથી. તેઓના વચન તો શાસ્ત્રમાં ઘણા છે તે તો આપણી બુદ્ધિ પ્રમાણે તથા કોઈના ઉપકારથી આપણા ક્ષયોપશમ પ્રમાણે તથા શક્તિ પ્રમાણે ખપ કરીએ છીએ. જ્ઞાની સાચો કહેશે તો સાચું, નહિ તો જેમ પૂર્વે અનંતકાલ વહી ગયો તેમ આ ભવ પણ એની જેમ જાણવો. ફરી શિષ્ય બોલ્યો - સ્વામિજી ! આપ કહો છો મહાવીર સ્વામી નિર્વાણ પછી અસંયતિનો અચ્છેરો થયો અને ટીકાકાર કહે છે સુવિધિનાથજીના અંતર મધ્યે થયો ? ઉત્તર - ત્યાં તો આઠ તીર્થકરના સાત આંતરામાં. સૂત્રપાઠ : ભગવદ્ ! આ ચોવિસ તીર્થંકરના કેટલા આંતરા કહ્યા છે ? હે ગૌતમ ! ૨૩ આંતરા કહ્યાં છે. હે ભગવન્ તેવીસ તીર્થંકરના આંતરામાં કોના કોના આંતરામાં કાલીક સૂત્રનો વિચ્છેદ થયો છે ? હે ગૌતમ ! આ ૨૩
૪૪
મોહપત્તી ચર્ચા