________________
જાણે પણ અહીં તો કોઈ વિરલ હશે. તેથી એકાન્ત નિષેધ નથી કરી શકતો કારણ કે વીતરાગે ૨૧ હજાર વર્ષ જિનશાસન કહ્યું છે. આમાં કશો સંદેહ નથી. પણ મારી શ્રદ્ધા તો શ્રી યશોવિજયજીની સાથે ઘણી મળે છે. જેમ ઉપાધ્યાય નામ માત્રથી તપાગચ્છના કહેવાતા હતા તેમ મને પણ નામ માત્રથી તપાગચ્છનો કહેવો જોઈએ.
મેં ઉપાધ્યાયજીનો અનુરાગ ધરીને એક નામ માત્રથી શ્રી ઉપાધ્યાયજીની સામાચારીના પક્ષવાલા જોઈને લોક વ્યવહાર માત્રથી સામાચારી અંગીકાર કરી છે. રાજનગરમાં (અમદાવાદ) રૂપવિજયના ડહેલામાં સૌભાગ્ય વિજય તથા મણીવિજયજી પાસે ગચ્છ સ્વીકારીને આજ્ઞા સ્વીકારીને અમે મુલચંદ તથા વૃદ્ધિચંદ શેઠની ધર્મશાળામાં આવ્યા. એટલો એમની સાથે મારો સંબંધ થયો. મેં કર્મના જોરે પંચમકાળમાં જન્મ લીધો. વૈરાગ્ય પણ આવ્યો. ગુરુ સંયોગ ન મળ્યો તે પાપનો ઉદય. પુછગાછ તથા શાસ્ત્ર જોતાં જિનધર્મની કંઈક સમજ પડી. આ મારો પુણ્યનો ઉદય લાગે છે. પછી જ્ઞાની કહે તે પ્રમાણ, એમના ભાવ તો એમની પાસે છે જેમ થાય તેમ ખરું. પરંતુ મેં તો તપાગચ્છ સ્વીકાર્યો છે. તપાકુગચ્છ તો સ્વીકાર્યો નથી. મારી શ્રદ્ધા મારી પાસે, બીજાની બીજ પાસે છે. સાક્ષી વીતરાગ છે.
તથા ગચ્છ- કગચ્છનો નિર્ણય મહાનિશિથમાં તથા ગચ્છાચાર પન્ના, આચારાંગદિ સૂત્ર તથા પ્રમાણભૂત આચાર્ય તથા ઉપાધ્યાય તથા સાધુ મહારાજેની બનાવેલી નિર્યુક્તી ૧, ટીકા ૨, ભાગ ૩, ચૂર્ણ ૪ તથા ગ્રંથ જોઈને જે ગચ્છ તથા સમાચારી સુધર્માસ્વામિ મહારાજ સાથે મળે છે તે ગચ્છ તથા સામાચારી આદરવી તથા સદ્હવી. આ સમક્તિનું લક્ષણ કહેવું. નામ ભેદના ઝઘડા નથી. પરમાર્થ - જે એક ગચ્છનું નામ ભાવે. નામ નિષિપે કોઈપણ હોય. સામાચારી શુદ્ધ જોઈએ. તથા સામાચારી આને કહેવી. મુનિ આચારનું નામ સામાચારી છે. મુનિ આચાર કોને કહેવા ? ૧. જ્ઞાનાચાર ૨. દર્શનાચાર ૩. ચારિત્રાચાર ૪. તપાચાર અને ૫. વીર્યાચાર આ પાંચથી સંયુક્ત હોય તે ગચ્છ કહેવો. આ પાંચથી રહિત તેને ગચ્છ તથા સામાચારી કેમ કહેવી ? બુદ્ધિમાને વિચાર કરવો જોઈએ
૨૬ ૯ મોહપત્તી ચર્ચા