________________
જ્યારે મેં જાણ્યું અમરસિંગના આવા પરિણામ નરમ થઈ ગયા છે તો અમારે શા માટે ખેંચતાણ કરવી ? ધર્મ પામશે તો જીવ પોતાના ક્ષયોપશમથી તથા પુણ્યાનુબંધી પુણ્યથી પામે છે એમ વિચારીને અમે અમરસિંગ પાસે ગયા. અમરસિંગજી અમારી નજીક ઉતર્યા હતા. એક લીનું આંતરુ વચ્ચે હતું. મેં અમરસિંગ સાથે ખમતખામણા કરી લીધા. મરસિંગે અમારી સાથે ખમત ખામણા કરી લીધા. દ્રવ્યથી તો ક્ષમાપના થઈ ગઈ. ભાવથી તો જેવા જેના પરિણામ છે તેવી ક્ષમાપના થઈ. ભાવ તો જ્ઞાની જાણે તથા કરવાવાલા જાણે. અમે અમારા સ્થાને ચાલ્યા. ત્યારે કોઈ તેમના સેવકે આવી વાત ઉઠાવી - બુટેરાયજી પૂજ્યની પાસે આવીને ખમાવી ગયા છે અને કહેવા લાગ્યા કે હું ચર્ચા તમારી સાથે કરીશ નહિ. બીજા કહે - ભાઈ ! આજે પૂજ્યજીની સાથે કોણ ચર્ચા કરવા સમર્થ છે ? અમે સાંભળીને કહ્યું આ વાત સાચી પડી જુઠ્ઠા તો સાચા થાય અને સાચા જુઠ્ઠા થાય. ત્યારે મેં વિચાર્યું - અમે તો અમરસિંગને ખમાવી આવ્યા છીએ અને અમરસિંગે તો આવીને અમને ખમાવ્યા નથી.
બીજા દિવસે અમરસિંગ તથા બીજા સાધુઓ વિહાર કરવા લાગ્યા. એટલામાં જંડયાલાના ભાઈઓ આવી ગયા. ત્યારે અમે ઉત્તમચંદ તથા જંડયાલાના ભાઈઓને તથા જયપુરના ભાઈ મોતીલાલને અમરસિંગની પાસે મોકલ્યા. તમે અમરસિંગને કહો જો આપને ખમત ખામણા કરવા હોય તો જેમ બુટેરાય આપની પાસે આવી ખમાવી ગયા છે તેમ તમે પણ જઈને બુટેરાયજીને ખમાવી આવો. નહિ તો ચર્ચા કરો, તમે ચાલ્યા ક્યાં છો ?
આટલી વાત સાંભળીને તેની પાસે ગયા તે વખતે તે સાધુ વિહાર કરવા લાગ્યા હતા. તેઓના સેવકો ઘણા બેઠા હતા. ત્યાં જઈને બીજા ભાઈઓ કોઈ બોલ્યા નહિ પરંતુ જયપુરવાળા ભાઈએ જે પ્રમાણે અમે કહ્યું હતું તે પ્રમાણે જ કહ્યું. ત્યારે તેઓના સેવકો તેને મારવા માટે તૈયાર થઈને કહેવા લાગ્યા. ખમત ખામણા તો થઈ ગયા. તમે સાધુઓને લડાવો છો એમ કહીને ધમાલ મચાવી દીધી. છતાં બચાવ થઈ ગયો. મોતીલાલ ત્યાંથી ચાલ્યા આવ્યા. પરંતુ અમરસિંગે ત્યાંથી વિહાર કર્યો નહિ.
૩૧ * મોહપત્તી ચર્ચા