________________
બીજા દિવસે હું બહાર સ્થંડિલ માટે ગયો ત્યારે અમરસિંગ અમારી પાછળ આવ્યા. બહાર આવીને મને કહેવા લાગ્યા બુટેરાયજી ! મને તો તમારી પાસે આવવાનો કોઈ ડર નથી પરંતુ લોકો ઘણા તુફાની છે. હું તો તમને વારંવાર ખમાવું છું. મેં પણ ખમાવી લીધું. અમરસિંગ એ જ દિવસે વિહાર કરી ગયા. પાંચ સાત દિવસ પછી અમે પણ વિહાર કર્યો.
આ કાળમાં મતના કદાગ્રહી જીવો ઘણા છે. ધર્મના શોધનારા જીવ થોડા છે. વાદ વિવાદમાં કોઈ જીવ ધર્મ તો નથી પામતો ઉલટો કર્મ બંધ થાય છે. જીવને બોધ થવાનો હોય છે ત્યારે શોધ જાગે છે. શોધશે તો તે જીવને ધર્મની પ્રાપ્તિ થશે પરંતુ મતનો કદાગહ છોડીને ધર્મના અર્થી થઈને શોધશે તો પામશે. આમા સંદેહ નથી. અમારું ચરિત્ર થોડું માત્ર તમને કહ્યું છે. વિસ્તાર કરીએ તો ચર્ચા ઘણી છે તે લખવામાં નથી આવતી.
પછી મેં સં. ૧૯૨૬માં ચોમાસુ ગુજરાનવાલામાં કરીને પછી મેં પંજાબથી ગુજરાત તરફ વિહાર કરી દીધો. બીકાનેરમાં ૧૯૨૭માં ચોમાસુ કરી, ઉઠે ચોમાસે હું અમદાવાદ ગયો. મારા જતા પહેલા સૌભાગ્ય વિષેજી તો કાળ કરી ગયા. પંજાબી સાલ ૧૯૨૮ની હતી તથા ગુજરાતનું વર્ષ ૧૯૨૭નું હતું. મેં પણ ત્યાં જઈને ચોમાસુ કર્યું. પછી સૌભાગ્ય વિ.ની ગાદી ઉ૫૨ એક તપાગચ્છના યતિ તેને મણીવિજયજીએ સંવેગીઉઘતવિહારી કર્યા. તેનો ચેલો રતનવિજય હતો. તે પણ ગુરુ સાથે સંવેગી થઈ ગયો હતો. તેને સૌભાગ્યવિજયની ગાદી ઉપર ત્યાંનો સંઘ બેસાડવા લાગ્યો. ત્યારે તેણે શહે૨માં ટહેલ પડાવી. તેઓએ ભોજકને કહ્યું - તું બધા શ્રાવકો તથા સાધુઓને નોતરું દઈ આવ. સવારે સર્વ સંઘ રૂપવિજયજીના ડહેલામાં પધારજો, રતન વિજેજીને પન્યાસ પદવી આપવાની છે. માટે ભોજક સર્વ સંઘને નોતરું આપી આવ્યો.
પછી બીજા દિવસે સંઘ ડહેલામાં ભેગો થયો પરંતુ હું તથા અમારા સંઘાડાના સાધુ કોઈ ગયા નહિ. નોતરું આપવાનો રીવાજ છે તેથી જેને જવું હોય તે જાય અને કોઈ નથી પણ જતા, અમે નહિ ગયા.
ત્યારે તેઓએ જાણ્યું કે બુટેરાયના સંઘાડાના કોઈ સાધુ આવ્યા નહિ.
મોહપત્તી ચર્ચા
૩૨