________________
પછી મુલચંદે પાછું કાગળમાં લખ્યું – આતો તમે મોઘમ કાગળ લખ્યો છે? આમા તો કોઈનું નામ નથી. તમે પુરી વિગત સાથે નામ લખો. કયા શાસ્ત્રમાં મોહપત્તિ બાંધવી લખી છે? તથા મોંઢે બાંધવાની પરંપરા ક્યાં લખી છે? કયા આચાર્યે મોહપત્તિ બાંધી છે? તે લખજો.
ત્યાર પછી તેઓએ પ્રશ્નનો ઉત્તર આપ્યો નહિ- પછી મુલચંદે ૧૦, ૨૦ દિવસ સુધી જવાબ માગ્યો પણ કશો પાછો ઉત્તર આપ્યો નહિ.
પછી મુલચંદ વૃદ્ધિચંદ તથા અમે જાણ્યું જ્યાં સુધી જીવોની ભવસ્થિતિનો પરિપાક થતો નથી ત્યાં સુધી જીવ કર્મના વશ છે તે જીવોને કેવલી મહારાજના વચનની સુજ પડતી નથી. જે મતમાં ખૂંચ્યા ત્યાં ખેંચ્યા. તેવા જીવોનું ધર્મી પુરુષોએ હિત ઈચ્છવું જોઈએ. માને તો સારી વાત છે. ન માને તો તેઓની ઈચ્છા પરંતુ તે જીવો ઉપર રાગદ્વેષ નહિ કરવો. સમતા ભાવમાં રહેવું. આ વીતરાગ દેવની આજ્ઞા છે. આવા વ્યાખ્યાન કરે. બાપડા કર્મના વશ છે. આ જીવોનો કોઈ દોષ નથી. શુદ્ધ સત્તાનો વિચાર કરીએ તો બધા જીવો સિદ્ધ સમાન છે. સિદ્ધ સ્વરૂપી છે. પરમાત્મા સમાન છે. તેઓના આત્મામાં અનંત જ્ઞાન અનંત દર્શન અનંત ચારિત્ર અનંત વીર્ય રહેલા છે. જેમ દૂધમાં ઘી, તલમાં તેલ, અરણીમાં અગ્નિ વગેરે ઘણી વાતો છે પરંતુ ક્યાં સુધી લખીએ ? તેઓની મહિમા કેવલી ભગવંત જાણે પરંતુ મુખથી બધુ કહ્યું ન જાય એમની પરિણતી જ્ઞાની મહારાજે જેવી જોઈ છે તેવી તે જીવો સદ્દઢતા હશે તેની અમને કશી ખબર નથી. પરંતુ અમને આ જ સંભવે છે- તેઓ અમને કંઈ પાછો ઉત્તર આપ્યો નહિ. કોણ જાણે ? કેવલી મહારાજ જાણે તેઓનો શું વિચાર છે ? જ્યારે ઉત્તર આપશે ત્યારે વિચાર્યું જશે. હમણાં તો અમારે બોલવાનું કામ નથી.
પરંતુ મોહપત્તિની ચર્ચા ગુજરાત દેશમાં પ્રગટ થઈ તથા પૂર્વ દેશમાં કલકત્તા વગેરેમાં તથા કચ્છ દેશમાં તથા મેવાડ દેશમાં મારવાડ દેશમાં તથા પંજાબ દેશમાં જ્યાં જ્યાં જૈન ધર્મ છે, આ દેશોમાં જૈન નામ ધરાવે છે ત્યાં ત્યાં બધે દેશોમાં ઘણા લોકોને ખબર તો પડી ગઈ છે. કહે છે- બધા ગચ્છના યતિઓ તથા સંવેગીઓ વ્યાખ્યાન કરવા માટે કાનમાં મોરની
૩૮
મોહપતી ચર્ચા