________________
તથા મુલચંદજી બુટેરાયને પણ સાથે લાવશે તથા બુટેરાય આવશે તો નેમસાગરના સાધુ શાન્તિસાગર બુટેરાય સાથે ચર્ચા કરીને શાન્તિસાગર પણ કાને મોહપત્તિ બાંધતા નથી. તે પણ બુટેરાયની સાથે આવશે. તે પણ ટીકા ભણેલા છે. સૂત્ર ગ્રંથો ભણેલા છે ત્યાં તો એક ઝઘડો ચાલશે. કોઈ માનશે નહિ. તમે એમ કરો હું તો રહ્યો વચમાં. તમે પોતાની ધારણામાં જ્યાં મોહપત્તિ બાંધવાનું લખ્યું હોય તે લખીને મને આપી દો. હું મુલચંદ પાસે લઈને જઈશ. તેની પાસે જવાબ માગીશ. જે જવાબ આપશે તે તમારી પાસે તેના દસ્તક કરાવીને તમને મોકલી દઈશ. તમે તેનો જવાબ લખીને બન્ને પત્રો મારી પાસે મોકલી દેજો. પછી તમારું લખેલું હું મુલચંદને આપીશ. આમ કરતાં જ્યારે પુરી ચર્ચા થઈ જશે ત્યારે અમે તથા તમે અને સમજદાર ભાઈઓ ભેગા થઈને નિર્ણય કરી લઈશું. જેને જુઠ્ઠો જાણીશું તેને સંઘ શિક્ષા આપશે. ત્યારે તે બોલ્યા પહેલા પ્રશ્ન મુલચંદ લખે. ત્યારે શેઠ બોલ્યા- અચ્છા મુલચંદને હું પૂછીશ. જો મુલચંદજી મુહપત્તિ ચર્ચાનો પ્રશ્ન લખી આપશે તો હું તમારી પાસે મોકલાવી દઈશ. તમે તેનો જવાબ લખીને બન્ને પત્રો મોકલી આપજો. તેઓ કહ્યું સારી વાત છે, અમે પ્રશ્નો ઉત્તર લખી મોકલીશું. શેઠે મુલચંદને કહ્યું ભાઈ અમે સલાહ કરી દીધી છે. તમારી મરજી હોય તો ચર્ચાનો પ્રશ્ન લખી આપો. હું તેમને પુછાવી લઈશ. મુલચંદે કહ્યું સારી વાત છે. હું લખીને આપની પાસે મોકલાવી દઈશ.
મુલચંદે લખ્યું તમે મોહપત્તિ વ્યાખ્યાનમાં બાંધો છો તે પોતાની ખુશીથી બાંધો છો ? અથવા કોઈ સૂત્રથી બાંધો છો ? અથવા કોઈ આચાર્ય મહારાજે બાંધવાની આજ્ઞા આપી છે ? કે મોહપત્તિ મોઢે બાંધીને વ્યાખ્યાન કરજો. આ પ્રશ્નનો જવાબ મોકલશો. મુલચંદે આ પ્રશ્ન લખીને શેઠની પાસે મોકલ્યો. શેઠે ત્યાં મોકલાવી દીધો.
તેઓએ ઉત્તર લખ્યો - મોહપત્તિ શાસ્ત્રમાં બાંધવાનું લખ્યું છે તથા પરંપરામાં બાંધવાનું કહ્યું છે તથા વૃદ્ધો બાંધતા આવ્યા છે તે માટે અમે બાંધીએ છીએ. આમ લખીને કાગળ શેઠને મોકલી દીધો. શેઠે મુલચંદને કાગળ મોકલી દીધો.
૩૭
મોહપત્તી ચર્ચા