________________
ગચ્છ બહાર કર્યા છે. આ વાત હવે કેમ બને? શેઠ તેઓના પક્ષવાળા થઈ ગયા છે. હવે પ્રેમાભાઈ પાસે ચાલો જઈએ, ત્યાં જે વાત થાય તે ખરી.
તેઓ આપસમાં મળીને શેઠ પાસે બેઠા. ત્યાં બીજ પણ કેટલાક ભાઈઓ શેઠ પાસે બેઠા હતા. તેમાંના એક ભાઈનું નામ હતું ઘૌલશાહ. તેને કહ્યું ભાઈ ઘૌલશાહ ! તારી ૪૫ વર્ષની ઉંમર થઈ છે. તેઓ પ્રત્યે ઘૌલશાભાઈ બોલ્યા મારી ઉંમર ૫૦ વર્ષની થઈ છે. પ્રેમા શેઠ મહા ચતુર વિચક્ષણ રાજકારમાં ન્યાય ઈન્સાફ કરવાવાળા તેઓની વાતનો શેઠે મુદ્દો જાણી લીધો. તેઓ પ્રત્યે શેઠ બોલ્યા તમે ઘૌલશાહને શું પુછો છો ? મારી ઉંમર ૬૦ વર્ષની છે. જે વાત પુછવી હોય તે મને પૂછો ત્યારે તેઓ બોલ્યા. શેઠજી આપની સારી પુરી ઉંમરમાં કોઈ સાધુને કાને મોહપત્તિ ઘાલ્યા વિના વ્યાખ્યાન કરતાં જોયા છે ? ત્યારે શેઠ બોલ્યા મેં તો કોઈને જોયા નથી. મારા પિતાશ્રી ૭૦ વર્ષના હતા તેઓ પણ કહેતા હતા - મેં જોયા નથી કોઈ સાધુને કાને મોહપત્તિ બાંધ્યા વિના વ્યાખ્યાન કરતા. એક બુટેરાય જ્યારથી આવ્યા છે ત્યારથી જોવામાં આવે છે તથા મુલચંદ અને વૃદ્ધિચંદ પણ બાંધતા નથી. પછી તેઓએ કહ્યું શેઠજી ! અમોએ ઢંઢેરો આપને પૂછ્યા વગર ફેરવ્યો. આ વાતમાં અમારી ભૂલ થઈ છે પરંતુ મોટા મોટા આચાર્યોએ મોહપત્તિ કાને બાંધીને વ્યાખ્યાન કર્યા છે. તે વાત ઉત્થાપવી ઉચિત નથી. ત્યારે શેઠ બોલ્યા - ભાઈ સાહબ આ કાળના આચાર્યોએ પોત પોતાની મેળે ઘણી સામાચારીઓ ચલાવી છે. તે સામાચારીઓ કોનાથી અટકાવી શકાય ? ત્યારે તેઓ- રતન વિ. બોલ્યા જગતની આ વાતો તો કોઈથી અટકાવી શકાય નહિ પરંતુ આપણા તપગચ્છના સંવેગી કોઈ નવી રીત ચલાવે તેને તો શિક્ષા આપવી જોઈએ. સંઘ ભેગા થઈને આ વાતનો નિર્ણય કરે. ત્યારે શેઠે કહ્યું આ સારી વાત છે પરંતુ ઘણા લોકો ભેગા થશે તો કોઈની મતિ કઈ રીતની છે? કોઈની કેવી છે? માટે કોઈ કંઈ બોલશે, કોઈ કંઈક બોલશે; આ વાત સારી નહિ.
તમે જ્યાં મોહપત્તિ બાંધવાનું કહ્યું છે તે પાઠ તથા શાસ્ત્ર મારી પાસે લઈ આવો. ઘણા લોકો ભેગા થશે તો કોઈ મુલચંદના રાગી છે. તથા મુલચંદ પણ સૂત્ર ટીકા વાંચે છે તથા વૃદ્ધિચંદ પણ સૂત્ર ટીકા ગ્રંથ વાંચે છે.
૩૬
% મોહપત્તી ચર્ચા