________________
વીતરાગે એમ કહ્યું છે. ગાથાઓનો ભાવાર્થ- (૧) આ ભરત ક્ષેત્રમાં દુષમ કાળમાં મહાવ્રતધારી વિરલા હોય છે. શ્રાવક અણુવ્રતધારી પણ વિરલા હોય કે નહીં અથવા સમકત દૃષ્ટિ જાણવા (૨) ભરત ક્ષેત્રમાં દુષમકાળમાં ધર્મના અર્થી સાધુ શ્રાવકો દુર્લભ છે. રાગી ષી નામના સાધુ અને નામના શ્રાવકો ઘણા છે. આ પાઠની સાક્ષી મહાનિશીથમાં જોઈ લેજો. આ ગાથાઓ કોઈએ સૂત્રમાં તથા ગ્રંથમાં સંગ્રહ કરી છે. પરંતુ મહાનિશીથે કહ્યા છે એવું સાંભળ્યું છે. મેં તો એક મહાનિશીથ જોયું છે. બે મહાનિશીથ તો મારા જોવામાં નથી આવ્યા. મેં તો એ મહાનિશીથ જોઈ છે જેનું પ્રમાણ ૪૫૦૦ શ્લોક પ્રમાણ છે. પરંતુ આ ગાથાઓ તેમાં મને મળી નહિ. મહાનિશીથ ત્રણે ગ્રંથોનું જે જે પ્રમાણ છે તે લખું છું – એકનું પ્રમાણ ૩૦૦૦, બીજનું ૧૧૦૦૦ તથા ત્રીજું ૪૫૦૦ શ્લોક પ્રમાણ. આ ગાથાઓ બીજા મહાનિશીથમાં હશે અથવા ટીકા ચૂર્ણિમાં હશે.
તથા મહાનિશીથમાં પાઠ છે : હે ગૌતમ ! મારા નિર્વાણ પછી કંઈક અધિક સાડાબારસો વર્ષ વિતશે ત્યાર પછી કુગુરુ થઈ જશે. કોઈ વિરલા સુગર હશે. આ ગાથાઓની તથા મહાનિશીથ પાઠની શૈલી મને સમાન મળતી દેખાય છે. તત્ત્વ તો જ્ઞાની જાણે અથવા કેવલી મળે તો પૂછીને નિર્ણય કરીએ તે પુરુષ આ કાળમાં મળવા દુર્લભ છે. કોને પૂછીને નિશ્ચિય કરીએ ?
જો બધા જૈનોની એક શ્રદ્ધા હોય તો પરંપરા અને આગમ વીતરા કહ્યા છે તે પ્રમાણ કરવા જોઈએ તથા સૂત્રમાં કોઈક કાર્ય નિષેધ્યું છે તે કાર્ય કારણે અથવા ગાડરીયા પ્રવાહે અથવા પોતાના અબોધ કરીને આદર્યું છે. તે આજ્ઞા બહાર હોવાથી ધર્મ નથી. જ્યાં ધર્મ છે ત્યાં તો વીતરાગની આજ્ઞા અને શ્રદ્ધા છે. જ્યાં વીતરાગની આજ્ઞા નથી ત્યાં ધર્મ કેમ હોય ? તે બુદ્ધિમાને જાણવું ઉચિત છે. કર્મયોગે આજ્ઞાથી વિપરીત સ્થાન સેવ્યું હોય તથા સહ્યું હોય તે વિપરીત વસ્તુ આચરવા યોગ્ય નથી. જો કર્મયોગે છોડી નહિ શકીએ તો ખોટી જાણે, સમજે તથા છોડવાની અભિલાષા રાખે. ધન્ય દિન થશે જ્યારે દેવગુરુની આજ્ઞામાં ચાલીશું. આવી ભાવના ભાવે તે પણ કલ્યાણનું કારણ છે. શ્રી વીતરાગની આજ્ઞા બહાર સદેહવું
૪ર
મોહપત્તી ચર્ચા