________________
તેમ આ કાળમાં શ્રી મહાવીર પછી અચ્છરો થયો સંભવે છે. પ્રત્યક્ષ છ કાયનો આરંભ કરે કરાવે અને અનુમોદે છે. પંચ મહાવ્રત પણ ઉચરે છે તથા ડોલીએ ચઢે છે, બેસે છે તથા સાફામાં તથા પાલખીમાં તથા ગાડી તથા ઘોડા તથા રેલાદિમાં કોઈક ચઢે છે. કોઈક નથી ચઢતા. છતાં પરસ્પર ગુરુ શિષ્ય કહેવડાવે છે. વંદન નમસ્કાર કરે છે તથા કોઈ ધન પોતે રાખે છે કોઈ જ્ઞાનનું નામ લઈને ગૃહસ્થ પાસે રખાવે છે. કોઈ દીક્ષા લે છે તો ગૃહસ્થને એમ કહે છે હું દીક્ષા લઈને જોગ કરીશ તથા કોઈ દેશ પરદેશમાં વિહાર કરવો હશે તો તારી પાસેથી લઈને જે મને જેગ કરાવશે તથા મારી સાથે જે માણસ ચાલશે તેને હું તારી પાસેથી રૂ. લઈને આપીશ તથા તીર્થયાત્રા કરીશું વગેરે ધર્મસ્થાનમાં ખર્ચીશું તથા કોઈક સંવેગી નામ ધરાવે છે શીલવંત કહેવડાવે છે અને સિદ્ધાચલ તથા બીજા તીર્થોની યાત્રાએ જય છે. જ્યાં ધર્મશાળા આવે છે ત્યાં ઉતરે છે એક દિવસ, તથા ચોમાસુ પણ કરે છે ત્યાં બહેનો તથા ભાઈઓ તથા સાધુ સાધ્વી સાથે રહે છે. સામાયિક પ્રતિક્રમણ સાથે મળીને કરે છે. દીવો બાળીને રાતના ધર્મકથા કરે છે તથા સાંભળે છે. સાધુ નામ ધરાવે છે. વીતરાગે તો તેજસકાય શસ્ત્ર સર્વ દીશા વિદિશાઓમાં જીવનો ઘાત કરે છે એવું કહ્યું છે. ઉલટું કહે છે અમે તો ધર્મ ઉપદેશ આપીએ છીએ ઘણા જીવો સાંભળીને ધર્મમાં દઢ થાય છે. ધર્મનો ઘણો ઉદ્યોત થાય છે. દીવો બાળીને શાસ્ત્ર ભણે તો જ્ઞાનની વૃદ્ધિ થાય. નિંદન આવે પ્રમાદ છૂટે આ સારી વાત છે.
વીતરાગની આજ્ઞા લોપીને ધર્મ સદ્દો છે એમ કહે છે તેનો બુદ્ધિમાનોએ વિચાર કરવો જોઈએ. તે જીવ ધર્મ કરીને સંસાર સમુદ્ર તરે છે કે આજ્ઞા ભંગ કરીને પોતાના આત્માને સંસારમાં ડુબાડે છે ? વિગેરે અનેક ધિંગામસ્તી મચાવી છે. આવા પાખંડ ચલાવ્યા છે. તેઓને ભોલા લોકો ગુરુ કરીને માને છે. આ અચ્છેરો છે કે નથી ? હાથમાં કંકણ તો આરસીનું શું કામ છે ? તે તો પ્રત્યક્ષ હાથમાં દેખાય છે. પરંતુ આંધળાને નથી દેખાતું તે તો લાચાર છે. જેને જ્ઞાનરૂપી નેત્ર નથી તે તો લાચાર છે. શું કરે બાપડા ?
જે સૂત્ર તથા સાથે વાંચી ભણીને પાછા મુગ્ધ લોકોને ફંદામાં પાડે છે.
૪૦ ૪ મોહપતી ચર્ચા