________________
પીંછી ઘાલીને છેદ કરાવીને કાને મોહપત્તિ બાંધીને વ્યાખ્યાન કરવાની સ્થાપના કરે છે. કેટલાક કહે છે જેના કાનોમાં પહેલેથી છેદ ન હોય તે પહેલા કાનમાં છેદ કરાવે પછી કાનમાં મોહપત્તિ નાખી વ્યાખ્યાન કરે તથા કોઈક એમ કહે છે મોહપત્તિના બન્ને બાજુ દોરો બાંધીને કાનમાં નાખીને વ્યાખ્યાન કરે છે. વિગેરે અનેક પોતપોતાની મતિકલ્પનાની પ્રરૂપણા થઈ રહી છે. અહીં કોઈનું જોર નથી વીતરાગ મહારાજે કહ્યું છે. આપછંદી, સ્વચ્છંદી, મનના કદાગ્રહી જીવો ઘણા થશે તો પણ આત્માર્થીઓએ આગમથી શુદ્ધ અશુદ્ધનો વિચાર કરવો જોઈએ. એઓમાં કઈ વાત સાચી છે તથા કંઈ વાત જુદી છે ? પરંતુ અસંયતિ અચ્છેરાના પ્રભાવે વિવિધ પ્રકારની શ્રદ્ધા થઈ રહી છે. ચારણી (ચાલણી) તુલ્ય જૈનધર્મ થઈ રહ્યો છે. શુદ્ધિ તો યુગપ્રધાન પુરુષ વિના કોઈથી થાય નહિ. પરંતુ આગમ જોઈને જ્યાં સુધી આપણી દૃષ્ટિ પહોંચે ત્યાં સુધી તો સમકીત વગેરેની શુદ્ધિ કરવી જોઈએ. ગાડરીયા પ્રવાહમાં તો નહિ પડવું જોઈએ. આતો અસંયતિઓનો અચ્છેરો વર્તે છે. તો પણ કોઈ વિરલા શોધક પુરુષ, વીતરાગે કહ્યા છે તેઓ તો જુઠ્ઠ સત્યનો વિચાર કરશે. શોધ કરશે ‘જિન ખોજ્યા તીન પાયા''. મતાગ્રહી તો પોતાના મતમાં ખૂચ્યાં છે. તેને તત્ત્વનો વિચાર કેમ આવે ? અપિતો ન આવો.
હવે આગળ કંઈક માત્ર અસંયતિઓના અચ્છેરાના સ્વરૂપ લખીએ છીએ. હે ભવ્ય જીવો ! તમે એકચિત્તે થઈને સાંભળો. અહીં સૂત્રનો પાઠ લખીએ છીએ. અસંયતિ પૂજા નામનો ૧૦મો અચ્છેરો મહાનિશીથના પાંચમા અધ્યાયમાં પ્રગટ કહ્યો છે. જે આ વર્તમાન ચોવીશીથી અતિત અનંતકાલે અનંતમી ચોવિશીમાં દસ અચ્છેરા થયા હતા. શ્રી ધર્મઋષિ નામના ૨૪મા તીર્થંકર મોક્ષે ગયા પછી અનુક્રમે કેટલાક કાલે અસંયતિનો અચ્છેરો થયો. આ પાઠથી આજ સંભવે છે. શ્રી મહાવીર નિર્વાણ ગયા પછી અસંયતિનો અચ્છેરો થયો સંભવે છે. પરંતુ મને તો એમ લાગે છે. અતીતકાલે કૂંડા અવસરર્પિર્ણીમાં ૨૪મા ધર્મઋષિ મહાવીર જેવા તીર્થંકર થયા છે. તેમના તીર્થમાં ૭ અચ્છેરા કહ્યા છે. એમના મોક્ષે ગયા પછી અસંયતિઓની પૂજા થઈ. નામ માત્ર દીક્ષિત અણગાર આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ નામ ધરાવીને પૂજાવે તે આપ ડૂબ્યા અને જીવોને સંસારમાં ડુબાડ્યા.
૩૯ * મોહપત્તી ચર્ચા