________________
તેઓને જઈને બોલાવી લાવો. બે-ચાર ગૃહસ્થો મળીને મુલચંદ તથા વૃદ્ધિચંદની પાસે આવ્યા. તેઓએ કહ્યું રતન વિ.ને પન્યાસ પદવી આપવી છે. આપ પધારો. મુલચંદને ડહેલાવાળા તથા લુહારની પોળવાળા સાધુઓ સાથે કોઈ વાતની ખેંચતાણ હશે અથવા સહજ ભાવથી નહીં ગયા હોય પરંતુ મને કોઈ ખેંચતાણ હતી નહિ તથા મારી શ્રદ્ધા તથા પ્રરૂપણાનો તેઓની સાથે કંઈક મળતી હતી અને કંઈક ન મળે. તે શ્રદ્ધા અને પ્રરૂપણા તો પોતપોતાના ક્ષપોપશમ પ્રમાણે છે. કોઈના હાથની વાત નથી. જ્યારે જીવની ભવસ્થિતિ પાકશે તથા જીવને દેવગુરુના સંયોગ મળશે ત્યારે સહજ સમકિત પામશે.
હું તો જાણતો હતો : તેઓની પરંપરા પ્રમાણે તેઓ પ્રરૂપે છે તથા સદ્ધહે છે. તેઓ પણ જાણતા હતા બુટેરાય ઢુંઢીયામાંથી આવ્યા છે તેમની શ્રદ્ધા અમારી સાથે કંઈક મળે છે કંઈક નથી મળતી. આમ જ ચાલતું હતું પરંતુ લોક વ્યવહારમાં કોઈ ખેંચતાણ હતી નહિ. સૌભાગ્ય વિ. તથા મણીવિજયજી આ બન્ને ય તો ભદ્રીક જીવો હતા. તેઓને ઘણી પક્કડ હતી નહિ પરંતુ સૌભાગ્ય વિ. કાળ કરી ગયા ત્યારે રતન વિ.ને પન્યાસ પદવી આપી ત્યારે અમે તો પદવી આપવા ગયા નહિ. રતન વિ.ને સારું નહિ લાગ્યું હોય. તેઓના પરિણામ તો જ્ઞાની જાણે. એકતો આ કારણ આવી પડ્યું બીજું કારણ જે બન્યું તે લખું છું.
ચોમાસુ ઉઠ્યા પછી રાજનગરની એક હઠીભાઈની વાડી છે ત્યાં જઈને હું રહ્યો ત્યાં એક બાઈને દીક્ષા આપવાની હતી. મેં પણ સાંભળ્યું અહીં કાલે દીક્ષા આપશે. પહેલા પણ હું શહેરમાં આહાર પાણી કરવા જતો હતો, કોઈ વાર મુલચંદ અથવા બીજ સાધુ આહાર પાણી ત્યાં મને આપી જતા હતા ત્યારે મેં વિચાર્યું : કે હું શહેરમાં ચાલ્યો જાઉં. થોડો 'દિવસ બાકી રહેશે ત્યારે આવી જઈશ. જ્યારે બીજે દિવસ થયો ત્યારે મુલચંદ ૧૮/૧૯ સાધુઓને સાથે લઈ મારી પાસે આવી ગયો. જ્યારે હું શહેરમાં જવા લાગ્યો ત્યારે મુલચંદજીએ મને કહ્યું. આપ શહેરમાં શા માટે જાવ છો ? આપ અહીં જ આહાર કરજો. મેં મુલચંદને કહ્યું અહીં દીક્ષા આપવા આવશે. મને બોલાવશે. જઈશ તો કંઈક ચર્ચા થશે પરંતુ સમાધાન
-
૩૩ મોહપત્તી ચર્ચા