________________
ત્યારે અમરસિંગે કહ્યું અમારે બ્રાહ્મણ નથી બેસાડવા અમે અમારા તરફથી પાદરી બેસાડીશું. ત્યારે અમે કહ્યું – તમે પાદરી બેસાડી દેજો પરંતુ શબ્દશાસ્ત્રના જાણકાર જોઈએ. જાણકાર કોઈપણ હોય અમારે તો એમની પાસે આ પૂછવું છે – આ અક્ષરોમાં પ્રતિમા પૂજનીય લખી છે કે પૂજનીય નહી ? જે પાદરી કહેશે - આ શાસ્ત્રમાં પ્રતિમા પૂજનીય લખી છે પરંતુ આ શાસ્ત્ર જુઠ્ઠા છે તો અમે કહીશું : જે પુરુષ આ શાસ્ત્રને સાચા માને છે અને પ્રતિમાને નથી માનતા તે પુરુષ સાચા કે જુઠ્ઠા ? આ ચર્ચા ત્યાં થશે. જે નિર્ણય થશે તે જોયો જશે.
ત્યારે એ સ્થાનકવાસીઓએ વિચાર્યું - પાદરી અક્ષરોનો અર્થ ઉલટો કેમ કરશે ? અને અમારા ટબા તો એક પણ ટીકા સાથે મળતા નથી માટે અમે કહીશું અમે ટબા માનીએ છીએ. ત્યારે પંડિત કહેશે ટીકા વગર ટકા કયાંથી તમે લખ્યા ? ત્યારે પર્ષદામાં અમે જુઠ્ઠા પડીશું.
અમરસિંગ અને તેના શ્રાવકોએ આ પ્રમાણે રાતના અંદરોઅંદર સલાહ કરીને સવારમાં ઉત્તમચંદની પાસે ગયા. ઉત્તમચંદજી ! જો અહિ ચર્ચા થશે તો તમારું એક ઘર છે. લોકો ઘણાં ભેગા થશે. જે તેઓને અમે અને તમે ન જમાડીએ તો પણ વાત સારી નહિ. જમાડીએ તો અમારો ને તમારો ઘણો ખર્ચ થશે તથા રાગદ્વેષ થશે. સાધુઓને આપસ આપસમાં ખમત ખામણા કરાવી દઈએ. આ વાત સારી છે. આ પ્રમાણે આપસમાં સલાહ કરીને અમારી પાસે આવીને કહેવા લાગ્યા : સ્વામીજી ! અમરસિંગજી કહે છે - બુટેરાયજીની સાથે અમારે ચર્ચા નથી કરવી. અમારે તો ખમત ખામણા કરવા છે. ત્યારે અમે પૂછ્યું આ વાત અમરસિંગ કહે છે કે તમે પોતાની મતિથી કહો છો ? ત્યારે ભાઈઓએ કહ્યું : અમે અમરસિંગનું વચન કહીએ છીએ. ત્યારે મેં અમારા તરફના ભાઈઓને કહ્યું તમે અમરસિંગને પૂછો કે તમારા પક્ષવાળા ભાઈઓ કહે છે - અમરસિંગના ભાવ ચર્ચા કરવાના નથી. ખમત ખામણા કરવાના છે. આ વાત સાચી છે ? ભાઈઓએ જઈને પૂછ્યું ત્યારે અમરસિંગે કહ્યું : અમારે ખમત ખામણાના ભાવ છે. ભલે બુટેરાયજી અહિ આવી જાય અથવા હું ત્યાં આવી જઈશ.
૩૦
% મોહપત્તી ચર્ચા