________________
પછી ચાર પાંચ દિવસે અમરસિંગ અમૃતસર આવી ગયો તે અમે સાંભળ્યું. ત્યારે અમે જંડ્યાલાથી અમૃતસર આવી ગયા ત્યારે તેઓના બે સાધુઓએ પોતાના સાધુ જ્યાં જ્યાં હતા ત્યાંથી બોલાવી લીધા. ૨૫, ૩૦ ઠાણા એકઠા થઈ ગયા અને પોથી પાના પણ ભેગા કર્યા. અમે વિચાર્યું પોથી પાના પણ અમારી પાસે ઘણા છે. જો ચર્ચાનો દિવસ નક્કી કરી લેશે તો અમારી તરફના ભાઈઓ આવશે ત્યારે પોથીઓ પણ આવી જશે તથા જે દેવીસહાયભાઈ ચર્ચા નક્કી કરી ગયા છે તેને બોલાવે તો ચર્ચા થશે.
અમને કહેવા લાગ્યા : રાતના પાણીની તો અમે ચર્ચા કરતા નથી. મોહપત્તિ તથા પ્રતિમાની ૩૨ સૂત્રો પર અમે ચર્ચા કરશું ત્યારે અમે તેને કહ્યું - આ વિધિ વિશે સંઘે નિર્ણય કરવો જોઈએ. મારી અને અમરસિંગની ચર્ચા ૩૨ સૂત્રો ૫૨ થશે એ વસ્તુની એક મોહપત્તિની બીજી પ્રતિમાજીની. જૈન સાધુને મોહપત્તિ હાથમાં રાખવી છે અથવા મોઢે બાંધવી છે ? જૈનના શાસ્ત્રમાં જૈનોના દેવની પ્રતિમા લખી છે કે નથી લખી ? જૈન ના સાધુએ જૈન ના દેવની પ્રતિમાને નમસ્કાર કરવો જોઈએ યા નહિ ? જૈનના સેવક ગૃહસ્થે જૈનના દેવની પ્રતિમાની પુષ્પાદિકથી પૂજા કરવી કે નહિ ? દેવની પ્રતિમા પૂજતાં જીવોને પુણ્યબંધ છે અથવા પાપબંધ ? આ વાતમાં રાગદ્વેષ છોડીને ચાર મધ્યસ્થ પંડિત તથા ચાર શહેરના પંચ તથા બે સરકારી માણસો બેસાડી દેવા. કારણ કે કોઈ લડાઈ ઝઘડો કરે નહિ તથા આ કાળમાં પોતપોતાના મતના રાગી લોકોએ પોતાની તિકલ્પનાના અર્થો બાંધી લીધા છે. એ માટે ટબા જોયા જશે. જે પૂર્વાચાર્યોની ટીકા સાથે મળી જશે તે પ્રમાણ છે. પર્યાય-એકાર્થી શબ્દ હોય છે તે ટીકામાં હોય છે. આ માટે મેળવી લેવા. જે અર્થ ટીકાની સાથે મળશે તે પ્રમાણ બીજો પ્રમાણ નહિ.
આ વિધિથી અમરસિંગે નિર્ણય કરવો હોય તો ચર્ચા નક્કી કરી લઈએ. જે દિવસે ચર્ચા કરવી હોય તે દિવસ અને વાર લખી લેવો. જો ચર્ચા નહિ કરવી હોય તો તમે પોતાના ધર્મમાં મસ્ત છો. અમે અમારા ધર્મમાં મસ્ત છીએ. રાગદ્વેષમાં ઉલટું કર્મબંધનું કારણ છે.
૨૯ * મોહપત્તી ચર્ચા