________________
અમૃતસરમાં ચાલતો હતો પરંતુ અમારે ત્યાં આ ચર્ચાની ખબર ન હતી અને અમે વિચરતા વિચરતા લાહોરમાં આવી ગયા. દેવીસહાયને અમારી ખબર પડી. તેણે અમને બોલાવ્યા તો અમે અમૃતસર તરફ વિહાર કરી દીધો. ત્યારે દેવીસહાયે અમૃતસરવાળાઓને કહ્યું કે બુટેરાયજી લાહોરથી વિહાર કરીને અમૃતસર આવે છે. આ વાત અમરસિંગે સાંભળી. લાહોર તરફ વિહાર કરી દીધો ત્યારે દેવીસહાયે કહ્યું : અમરસિંગ વિહાર કરવા લાગ્યા છે અને બૂટેરાયજી અહિ આવે છે. ત્યારે કહેવા લાગ્યા - બુટેરાયજી મોટા છે તેઓની સામે અમરસિંગ જાય છે. તેથી અમરસિંગજી અમને રસ્તામાં મળ્યા. અમને અમરસિંગે કહ્યું - અમે તો તમારી પાસે આવતા હતા અને તમે વિહારકરી આવ્યા છો. અમે કહ્યું – અમે તમારી પાસે આવતા હતા અને તમે વિહાર કરી આવ્યા વિગેરે સુખ પ્રેમની વાતો કરીને અમરસિંગજી લાહોર તરફ રવાના થઈ ગયા. અમે અમૃતસર ચાલ્યા ગયા.
દેવીસહાયે કહ્યું : અમરસિંગજી ભાગી ગયા છે. દેવીસહાયના પ્રેર્યા ચાર પાંચ ભાઈઓ મળીને લાહોર ગયા ત્યાં અમરસિંગે કહ્યું - માસ કલ્પ પુરો કરીને અમે આવીશું. અમરસિંગે જાણ્યું કે દેવીસહાય તથા બુટેરાયજી ક્યાં સુધી બેઠા રહેશે? તે ભાઈઓએ આવીને દેવીસહાયને કહ્યું : પૂજ્યજી તો માસ કલ્પ પુરો કરીને આવશે. ત્યારે દેવીસહાયે જાણ્યું કે તેઓના ભાવ ચર્ચા કરવાના લાગતા નથી માટે અમે ક્યાં સુધી બેસી રહીએ ? અમારા રસ્તા વચ્ચે લાહોર આવશે. જે અમરસિંગના ભાવ ચર્ચા કરવાના હોય તો પાંચ સાત દિવસમાં આવી જશે. જો તેના ભાવ નહિ હોય તો ખબર પડી જશે. દેવીસહાય લાહોર ગયો, અમરસિંગને કહ્યું - તમે કેમ ચાલી આવ્યા છો ? ચાલો ચર્ચા કરો. ત્યારે અમરસિંગ પણ વિફરી ગયા અને માન મોટાઈની વાતો કરવા લાગ્યા. અમારી સાથે બુટેરાયને શા માટે ચર્ચા કરવી છે ? તેની તાકાત નથી. અનેકવાર અમે જુઠ્ઠા કહ્યા છે વગેરે વચન સાંભળીને દેવીસહાયે વિચાર્યું અને ક્યાં ચર્ચા કરવી છે ? આ તો રાગ વૈષનો પીંડ છે. આ પ્રમાણે વિચારીને પોતાને ઘરે ચાલ્યો ગયો. અમે બુટેરાયજી પણ જંડ્યાલા ચાલ્યા ગયા.
૨૮
- મોહપત્તી ચર્ચા