________________
કાળમાં અચ્છેરુ વર્તતું હતું. તેમના મનમાં આ વાત આવી – આ જીવો કુમાર્ગે ચાલે છે. તેઓને હું સાચો માર્ગ બતાઉ તો આ જીવો સંસાર સમુદ્ર તરી જાય અને મારુ જ્ઞાન સફળ થાય, તથા મને ઘણી નિર્જરા થાય.
પાખંડીઓએ કમલપ્રભાચાર્યને ચારગતિમાં રખડાવ્યા. આ વ્યવહારની વ્યાખ્યા છે કારણ કે ખોટા નિમિત્તથી જીવને ખોટી પ્રવૃત્તિઓ થઈ જાય છે. આ માટે ખોટા નિમિત્તથી દૂર રહેવું જોઈએ તથા જે કોઈ દેઢ શક્તિમાન હોય તેને કશો ભય નથી. તે તો ખોટા ખોટા નિમિત્તમાં પણ કાર્યસિદ્ધ કરી લે છે એમાં સંદેહ નથી તો પણ નિમિત્તથી દૂર રહેવું ઉચીત છે. પરંતુ અશુભ નિમિત્તની સ્થાપના ન જ કરવી જોઈએ. સૂત્ર જોતાં તો કમલપ્રભાચાર્યને પોતાના પ્રમાદે સંસારમાં લાવ્યા.
લિંગીઓને લીંગી ગયા તથા તેમના લિંગિઓના સેવકાદિ નિમિત્ત માત્રે કમલપ્રભાચાર્યને ફુલાવ્યાનું કારણ બતાવે છે છતાં આત્માની શુદ્ધ પરિણતિ થઈ તો સંસાર ટૂંકો કર્યો તથા શુભ યોગ વર્ચો તો તીર્થકર ગોત્ર બાંધ્યું તથા આત્માની અશુભ પરિણતિ થઈ તો તીર્થકર ગોત્ર વિખરાઈ ગયું ઈત્યાદિ ઘણી ચર્ચા છે. સિદ્ધાંતમાં જોઈ લેજે મારા વિચારમાં આવ્યું તે લખ્યું છે. બહુશ્રુત કહે તે પ્રમાણ. ઈત્યાદિ ચર્ચા મહાનિશિથના પાંચમા અધ્યનમાં જોઈ લેવી. આ પાઠ વિચારીને કોઈ ગીતાર્થ આ મુમતીઓની સાથે વાદ વિવાદ કરશે તથા તેમને હિતશિક્ષા આપશે તે પુરુષ આ ભવ પરભવ દુઃખ પામશે. કોઈ પુન્ય યોગે બચી જાય તો મહાભાગ્યવંત જાણવાં. આ પાખંડીઓએ નામ માત્રના સંઘે શ્રી કમલપ્રભાચાર્યને ૩૬ ગુણના ધારકને વાદ વિવાદ કરીને અનંત સંસાર રુલાવ્યા તો બીજા સામાન્ય પુરુષને ચાર ગતીમાં ભટકાવે તો આશ્ચર્ય નથી. એમ જાણીને કોઈ આત્માર્થી પુરુષ મૌન કરીને રહ્યા હોય તે જ્ઞાની જાણે. પ્રત્યક્ષ મારા જોવામાં કાંઈ આવ્યા નહિ. કોઈ હશે તો જ્ઞાની જાણે. જોવામાં તો ઘણા મતવાદીઓ આવે છે. તત્ત્વ તો કેવલજ્ઞાની જાણે. જેમ જ્ઞાની કહે તેમ પ્રમાણ. ફરીને વિંચાર કરી મતો તો ઘણા જોયા પણ કોઈ મત મારા વિચારોમાં બેસતો નથી. તથા બીજા ક્ષેત્રમાં સાંભળ્યા પણ નથી કે અમુક દેશમાં જૈનધર્મી વિચરે છે. કેટલાક દૂર ક્યા ક્ષેત્રમાં વિચરતા હશે તે જ્ઞાની
૨૫
૯ મોહપત્તી ચર્ચા