________________
ગયા. અનંતી ઈન્દ્રિયો કરી પરંતુ ગ્રંથી ભેદ થયો નહિ. સમક્તિ જીવને થયું નહિ. દ્રવ્યજ્ઞાન તથા દ્રવ્યક્રિયા જીવને ચારગતી અપાવવાવાળી થઈ પરંતુ મોક્ષદાયક ન થઈ. સમકિતનું અંગ જાગે તો જ મોક્ષમાર્ગ સુજે. ત્યારે તે પુરુષ પોતાની શક્તિ મુજબ મોક્ષમાર્ગના પંથે ચાલે તે ઉપર દષ્ટાંત કહે છે. જેમ કોઈ મનુષ્ય પોતાના ગામ ચાલ્યો જતો હતો વચ્ચે જતાં જતાં કર્મ યોગ દિગ્મોહ થઈ ગયો છતાં પોતાના ગામનું નામ જાણે છે. જે જે અંશમાં કોઈએ તેને રૂડો-સાચો માર્ગ બતાવ્યો છે તે અંશમાં તો તે ઉપકારી સાચા. જેટલા ખોટા માર્ગ બતાવે તેટલા તો સાચા નથી. તેમ કોઈ મોક્ષમાર્ગ બતાવે તો સાચા તથા જે જે મતનો મોહ કરીને જ્ઞાનાવરણીય દર્શનાવરણીયના ઉદયે તથા ભોળપણમાં તેમજ હટવાદ કરીને ઉન્માર્ગ બતાવે તે સાચા નથી -
- છતાં સમક્તિી આ પ્રમાણે જાણે. જે શુદ્ધ માર્ગ બતાવે તે તો તીર્થંકરાદિ આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા સમકીત દેષ્ટિ તે તો કોઈ વિરલા પુરુષ કહ્યા છે.
જેવા જેવા મતો છે તથા જેવી જેવી જેની બુદ્ધિ છે તે તો શોધક બનીને તથા નમ્ર બનીને પુછે તો તેને તીર્થંકરાદિ પુરુષ કહી દે છે, તત્ત્વવિચારી જીવને અંશે અંશે ગુણની પ્રાપ્તિ થવાનું કારણ દેખાય છે.
તથા મતાવલંબીઓ તો પોતાના મતમાં ખુંચેલા છે. તેને સાચુ જુઠ્ઠાની. ખબર પડતી નથી. તેથી મતાવલંબીઓ આ દેશના બધાય જોયા. ઘણાઓ તો પોત પોતાના મતની સ્થાપના કરતાં દેખાય છે. કોઈ વિરલ જીવ શુદ્ધ પ્રરૂપક પણ હશે આ ભરત ક્ષેત્રમાં તથા બીજા ક્ષેત્રમાં. પરંતુ કયાંય સાંભળવામાં નથી આવતા તથા કોઈ આ મતોમાં હસે તો જ્ઞાની મહારાજ જાણે.
જેમ કમલપ્રભસૂરી મહારાજ શ્રી મહાનીશિથના પાંચમા અધ્યયનમાં તેમને ભાવાચાર્ય કહ્યા છે. તેઓના સાધર્મિકો ધર્મ રહિત કહ્યા છે. તેઓની વચ્ચે કમલપ્રભાચાર્ય રહેતા હતા પરંતુ વીતરાગની આજ્ઞા ઓળંગતા ન હતા. જ્ઞાન-દર્શન-ચારિત્રનું જતન કરતાં કરતાં સુખે ધર્મ કરતાં હતાં. તે
૨૪ - મોહપત્તી ચર્ચા