________________
સાંભળ્યું છે. (૧) અધ્યાત્મસાર (૨) દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ (૩) જ્ઞાનસાર (૪) દેવ તત્ત્વ, ગુરુ તત્ત્વ, ધર્મ તત્ત્વ નિર્ણય (પ) સાડા ત્રણસો ગાથાનું સ્તવન (૬) દોઢસો ગાથાનું સ્તવન (૭) સવાસો ગાથાનું સ્તવન (૮) ચોવીશી (૯) યોગવિંશિકા (૧૦) સમાધિતંત્ર (૧૧) ૧૮ પાપસ્થાનકની સજઝાય વગેરે ગ્રંથ બનાવ્યા છે. એમાંથી મેં તો પાંચ દશ ગ્રંથો હરિનારાયણ પંડીત પાસે વાંચ્યા છે. વાંચીને મેં તથા હરિનારાયણે વિચાર્યા છે.
આવું જ્ઞાન નય, નિક્ષેપ, સ્યાદ્વાદ નિશ્ચય વ્યવહાર, સપ્તભંગી, આઠપક્ષ-વિભક્તિ, ૧૬ વચન, ૪૨ ભાષા, વ્યાકરણ વગેરે સામગ્રી અને જીવને શુદ્ધ પુરૂષક પુરુષનો સંયોગ મળવો દુર્લભ છે તથા મળે તો સાંભળવું દુર્લભ છે. સાંભળે તો સમજવું દુર્લભ છે. તથા શ્રદ્ધા થવી દુર્લભ છે. તથા પાળવાનું દુર્લભ છે. શું કરીએ જીવોને અનાદિ કાળનું મિથ્યાત્વ લાગ્યું છે. વ્યવહારથી જીવને દેવ ગુરુ ધર્મનું નિમિત્ત છે, નિશ્ચયથી તો પોતાનું ઉપાદાન ધર્મનું નિમિત્ત છે.
જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મ વિવર આપે તથા પુણ્યાનુબંધિ પુણ્ય આવી મળે તો જીવને કેવળી પ્રરૂપીત ધર્મની પ્રાપ્તિ થાય. અહીં ભવ્ય જીવો ! તમે સંસાર તરવાની ઈચ્છા કરો છો તો સમક્તિી પુરુષોની સેવા કરો. મોક્ષમાર્ગ આરાધો વગેરે ગ્રંથોની રચના જોઈને અમને ઘણુ આશ્ચર્ય થયું. ધન્ય જિનશાસન ધન્ય જિનશાસનનું જ્ઞાન. જે મેં પૂર્વે જ્ઞાન ભણ્યું હતું તે આજે સફળ થયું. ધન્ય શુદ્ધ પ્રરૂપક શ્રમણ સંઘ તેને મારી ત્રિકરણ યોગે વંદના સદા થજો.
પછી મેં આનંદઘનજીની ચોવીશી તથા બહુત્તરી વાંચી તથા દેવચંદ્રજીના બનાવેલા ગ્રંથ : આગમસાર, અધ્યાત્મગીતા અને ચોવીશી, શ્રી ધર્મદાસગણીની બનાવેલી ઉપદેશમાલા વાંચી. મેં તો થોડા જ ગ્રંથો વાંચ્યા છે. મારી તો અલ્પ બુદ્ધિ છે. મિથ્યાત્વી નવપૂર્વ સુધી ભણે છે. તથા અભવીજીવ ૧૧ અંગ સુધી કાંઈક ભણે છે. અતીત અનાગત કાળ લઈએ તો અનંતા જીવો ભણ્યા અને આગળ ભણશે તો પણ દ્રવ્યલીંગધારીને ઉત્કૃષ્ટી ક્રિયા કરીને ૨૧મા દેવલોક નવમી ત્રૈવેયકમાં ૨૩ મોહપત્તી ચર્ચા