________________
છતાંય જે થશે તે જોયું જશે.
અમે સ્થાનકમાં જઈને ઉતર્યા. અમે આહાર-પાણી કર્યા અને કરીને બેઠા હતા એટલામાં ૨૨ સંપ્રદાયના ૧૦, ૨૦ સાધુ સાધ્વીજી આવીને બેઠા તથા ૨૦૦ જેટલા ગૃહસ્થો આવીને બેઠા. એમાં એક સાધુનું નામ ગંગારામ હતું તે પણ પોતાને પંડિત માનતો હતો તે બોલ્યો : બુટેરાયજી ! આપ સૂત્ર માનો છો, આચાર્યનું કહ્યું માનતા નથી. ત્યારે મેં કહ્યું : સૂત્ર માનીએ છીએ અને આચાર્યનું પણ માનીએ છીએ પરંતુ તમે પોતાનું પ્રયોજન કહો ત્યારે બોલ્યો : તમે આપણા ગુરુનું વચન પ્રમાણ કરો. ત્યારે મેં કહ્યું : મને મારા ગુરુનું વચન પ્રમાણ છે. ત્યારે બોલ્યો - તમે નાગરમલનું વચન પ્રમાણ કરો. ત્યારે મેં કહ્યું – અમને તેમનું વચન પ્રમાણ છે. મને નાગરમલજીએ એમ શીખવ્યું છે. રિહંતો महदेवो जावज्जीवं सुसाहुणो गुरुणो, जिनपन्नत्तं तत्तं इअ संमत्तं मजे હi -
આ ત્રણ તત્ત્વ મને નાગરમલજીએ શીખવ્યા છે તે મને પ્રમાણ છે તથા કુદેવ કગર કુધર્મ મને પ્રમાણ નથી. ત્યારે ગંગારામજી શ્રાવકોને ઉદ્દેશીને એમ બોલ્યા તમે એની સાથે વાતો શા માટે કરો છો ? જો મોહપત્તિ બાંધી લે તો સારી વાત છે નહિ તો એનો વેશ ખેંચી લો વિગેરે જેમ તેમ બોલવા લાગ્યા. ત્યારે પતિયાલાના ભાઈ વનાતીરામ ગંગારામ પ્રત્યે બોલ્યા - તમે ચર્ચા કરો છો કે લડાઈ કરો છો ? જેવું તમારું સાધુપણું તમારા ઠેકાણે જઈને બેસો. જોઈ લીધી તમારી ચર્ચા.
પછી ગંગારામ પોતાના સાધુ પ્રત્યે બોલ્યો - પતીયાલાના લોકો તો પહેલેથી આના બુટેરાયના રાગી છે. તે રાગને માટે કોઈ શ્રાવક તેના ગળે પડતો નથી. અંબાલાના શ્રાવકો પણ પહેલેથી જ એના રાગી છે. પહેલા તો શ્રાવકોને કહીશું તમે બુટેરાયને મોહપત્તિ બંધાવી લો અથવા તેનો વેશ ખેંચી લો. જે શ્રાવકો કાર્ય કરી દેશે તો સારી વાત છે નહિ તો શ્રાવકો અને વૈષ્ણવો મારા ઘણા રાગી છે. બધું કામ સારું જઈ જશે. આ પ્રમાણે સલાહ કરીને આગળ અંબાલા જઈને બેઠા.
અમે પણ એક બે દિવસ પતિયાલામાં રહીને પછી અંબાલા ગયા.
૧૬ મોહપત્તી ચર્ચા