________________
પ્રેમચંદજીએ મને કહ્યું, અહીં પણ આપણને ઉપર્સગ થશે માટે આપને અંબાલા જવું ઉચિત નથી. ચાલો અંબાલાની બહાર છાવણીમાં જઈને રહીએ. ત્યારે મેં કહ્યું આપણને બહાર જવું સારું નહિ. છતાંય મેં પ્રેમચંદના પરિણામ કાચા જોઈને મેં પ્રેમચંદને કહ્યું તમે છાવણી જાવ અને હું પણ અંબાલા જઈને તમને આવી મળીશ. પ્રેમચંદને છાવણી છોડી હું અંબાલામાં ગયો આહાર પાણી કર્યાં.
-
આ બાજુ મોહોરસિંગભાઈ સૂત્રના જાણકાર હતા અને તે મતમાં અમારા રાગી હતા. ગંગારામે તેને બોલાવીને કહ્યું તમે બુટેરાયજીના રાગી છો એને સમજાવીને મોહપત્તિ બંધાવી દો. નહિ બાંધશે તો ઘણી ફજેતી થશે. આમ કહીને મારી પાસે મોકલ્યો. તેણે મને કહ્યું આપે ઘણું ખરાબ કામ કર્યું છે. પોતાની આબરું ગુમાવી દીધી છે. ત્યારે મેં બુટેરાયજીએ કહ્યું ભાઈ સાહેબ ! ચોરી જારી કોઈ કરી નથી. મોહપત્તિનો દોરો છોડી દીધો છે. મને સૂત્રમાં દોરો બતાવી દો. હું પાછો દોરો બાંધી લઈશ વગેરે. તે વખતે ભાઈ સાથે ચર્ચા થઈ. ત્યારે ભાઈ બોલ્યા : સ્વામીજી ! તમારી વાત સાચી છે. આપને પરિષહ ઘણા થશે. હવે આપને મોહપત્તિ બાંધવી યોગ્ય નથી. જો મોહપત્તિ બાંધશો તો આ લોકો તાલી પાડશે અને કહેશે - જુઠ્ઠો હતો માટે પાછી બાંધી લીધી, સાચો હોય તો મોહપત્તિ શા માટે બાંધે વિગેરે વિગેરે મને શિખામણ આપીને પોતાના સાધુ પાસે જઈને કહ્યું : મે તો બુટેરાયને ઘણું કહ્યું પરંતુ તેના માનવામાં આ વાત નથી આવતી. તેમ કહીને તેની પોતાની દુકાન ઉપર ચાલ્યો ગયો.
તેઓએ કહ્યું આ સાધુ તો પાકો હઠીલો છે. આની સાથે નરમાઈ કરવાથી નહિ માને. હવે તેનો વેષ ખેંચીએ તો માનશે. તો તેઓએ પોતાના રાગીને તૈયાર કર્યા. સવારે પ્રતિક્રમણ કરતાને તેને જઈ પકડો. આ પ્રમાણે બધા ભાઈઓએ સલાહ કરી.
આ વાત સાંભળીને જે ભાઈઓને અમારા ઉપર રાગ હતો તે મોહોરસિંગ તથા સુરસ્તી વિગેરે, તેઓએ વિચાર્યું આ વાત સારી નથી, અહીં કોઈ વિઘ્ન થશે. અમે બુટેરાયનો પક્ષ કરીએ તો આ ઘણા છે અમારું
મોહપત્તી ચર્ચા
૧૭