________________
પ્રમાણે કહેવા લાગ્યા.
ત્યારે મેં બુટેરાયે કહ્યું તેઓએ- પછીના આચાર્યોએ ગુણ જોઈને બાંધી. પૂર્વે તીર્થકર ગણધર અને આચાર્ય મહારાજાઓએ આ વાતમાં ગુણ ન જોયો. તો એનાથી આ ચતુર થઈ ગયા. આ ચતુરાઈ તો તમને પ્રમાણ હશે. અમને તો જે સૂત્રમાં તીર્થકર ગણધરોએ કહ્યું છે તે પ્રમાણ છે. ફરી અમે કહ્યું જે ત્રણ લીંગ શાસ્ત્રમાં કહ્યા છે એક સ્વલીંગ, બીજુ અન્યલીંગ અને ત્રીજુ ગૃહીલીંગ. આ મુખબદ્ધ લીંગ તથા મુખ ખુલ્લો લીંગ બને પ્રત્યક્ષ જુદા જુદા લીંગ છે. આ બન્નેમાં સ્વલીંગ કોને માનવો તે કહો. ત્યારે કહેવા લાગ્યા ચર્ચા જવા દો. ચર્ચામાં રાગ દ્વેષ થાય છે. આમ કહેવા લાગ્યા. આમ ચર્ચા વાર્તા ૫, ૭ દિવસ થઈ પછી મંદ પડી ગઈ.
ત્યાર પછી મેં જમના નદી પાર બામનૌલી ગામે ચોમાસું કરીને ચોમાસુ ઉઠે પછી હું દિલ્હી ગયો. એક મહિનો રહી પંજાબ દેશમાં આવ્યો. રામનગર ચોમાસુ કર્યું. ચોમાસુ કરીને ફરી દિલ્હી આવીને ચોમાસુ કર્યું. ફરી ચોમાસુ ઉઠે વિહાર કરી પંજાબ ગયો. પંજાબ દેશમાં દાદનખાનનાં પીંડમાં ચોમાસુ કર્યું. ચોમાસુ કરીને ફરી પ્રેમચંદે પાણીપતમાં ચોમાસુ કર્યું, મેં અને મુલચંદે દિલ્હી ચોમાસુ કર્યું. ચોમાસા પૂર્વે રામનગરના બે ભાઈઓએ અમારી પાસે દીક્ષા લીધી ખૂબ જ વૈરાગ્યથી ધન કુટુંબ છોડીને, અમે ચાર સાધુઓએ દિલ્હીમાં ચોમાસુ કર્યું. ચોમાસુ ઉઠે પ્રેમચંદ પણ આવી ગયા અમે પાંચે ય સાધુઓએ જયપુર ચોમાસુ કર્યું. પછી બીકાનેર ચોમાસુ કર્યું. પછી સિદ્ધાચલ તીર્થની યાત્રા કરવાનું મન થયું.
અજમેરથી સંઘની સાથે મળીને કેશરીયાનાથની યાત્રા કરી. વળી કેશરીયાજીનાથની યાત્રા કરવા ગુજરાતનો સંઘ આવ્યો હતો તેથી અમે પણ સાથે થઈને ગુજરાત દેશમાં ચાલ્યા ગયા. શ્રી સિદ્ધાચલજીની યાત્રા જઈને કરી પછી ભાવનગરમાં જઈને ચોમાસુ કર્યું. ત્યાંના ભાઈઓએ અમોને સૂત્રનો ભંડાર બતાવ્યો. કેટલાક ગ્રંથો અમોને આપ્યા જે અમારે જોઈતા. હતા તે અમને આપી દીધા.
તપગચ્છમાં શ્રી યશોવિજયજી ઉપાધ્યાય થયા છે તે કાલ મુજબ ઘણા
૧૯
- મોહપત્તી ચર્ચા