________________
નથી. તે પુરુષ ગુણગ્રાહી દેખાય છે. શ્રી ઉપાધ્યાય મહારાજ જુઠ્ઠા કદાગ્રહ કરવાવાલા દેખાતા નથી. સત્યવાદી દેખાય છે તથા મતકદાગ્રહ તો ઘણા કાળથી ચાલ્યો આવે છે. શ્રી ઉપાધ્યાયજી તો તપાગચ્છમાં પછી દીક્ષિત થયા છે. તો ઉપાધ્યાય મહારાજે મત કદાગ્રહ બનાવ્યો કેમ કહી શકાય ? તથા મેં સાંભળ્યું છે ઉપાધ્યાયજી નાની ઉંમરમાં તપાગચ્છમાં દીક્ષિત થયા છે તેમની કંઈક માત્ર વાત કહેવાય છે.
એક શ્રાવિકા બહેન હતા તેને એક છોકરો હતો. તે બાઈને આવો નિયમ હતો, ભક્તામર સાંભળીને આહાર પાણી લેવા. આ ક્ષેત્રમાં ચોમાસુ નયવિજયજીનું હતું. તે તપાગચ્છના સાધુ હતા. તેમની પાસે રોજ ભક્તામર સાંભળવા બહેન આવતા હતા. છોકરો પણ સાથે આવતો હતો. છોકરાને સાંભળતાં સાંભળતાં ભક્તામર કંઠસ્થ થઈ ગયું. એક દિવસ વરસાદ વરસતો હતો. બપોર થઈ ગઈ છતાં વરસાદ અટકયો નહિ. બાળક બોલ્યો મા ! તું જમી નહિ ? ત્યારે મા બોલી હે પુત્ર ! મારે ભક્તામર સાંભળ્યા વગર આહાર નથી કરવો. વરસાદ વરસતો અટકશે ત્યારે હું ઉપાશ્રયે જઈને ભક્તામર સાંભળીને આહાર કરીશ. ત્યારે પુત્ર બોલ્યો મા ! ભક્તામર તો હું તને સંભળાવી દઉં. ત્યારે મા બોલી સંભળાવી દે. ત્યારે પુત્ર ભક્તામર સંભળાવી દીધું અને માતાએ ભક્તામર સાંભળીને જમી લીધું.
બીજા દિવસે બહેન ઉપાશ્રયે ગયા ત્યારે સાધુજી બોલ્યા : કાલે તો આખો દિવસ વરસાદ વરસ્યો. તમે આહાર નહિ કર્યો હોય ? ત્યારે બહેન બોલ્યા પૂજ્યશ્રી ! મારા પુત્રે ભક્તામર મને સંભળાવી દીધું. પછી સાધુજીએ લોકોને કહ્યું આ છોકરાને લઈએ તો મોટો પ્રભાવક થશે. લોકોએ તેની માતાને સમજાવી અપાવી દીધો વિગેરે ઘણી વાત છે. જ્યારે તે બાળકને સૂત્રનો બોધ ન હતો ત્યારે તેણે બાલ્યાવસ્થામાં અન્યાઅન્ય મતાવલંબીઓની વાતો સાંભળીને કોઈની નિંદા કરી હશે તથા કોઈ પત્ર પાનામાં નામ લઈને નિંદા કરી હશે તે વાત જ્ઞાની જાણે મને આ વાતની ખબર નથી.
તથા કોઈ એમ પણ કહે છે કે ઉપાધ્યાયે ૧૦ મતોની ચર્ચા નથી ૨૧ * મોહપત્તી