________________
શાસ્ત્રોના જાણકાર હોય તેવું દેખાય છે. લોકો કહે છે તેમણે ૧૦૦ ગ્રંથો બનાવ્યા છે. મેં તો ૫, ૧૦ ગ્રંથો જોયા છે પણ તેઓએ ઘણા જીવોના ઉપકાર માટે ગ્રંથો બનાવ્યા છે. જૈનશાસનની ખોજ ઘણી કરી છે. પોતાની શક્તિને અનુસાર વિચારણા ઉપર વિચારણા ઘણી કરી છે. ઘણા ઉપકારી પુરુષ લાગે છે. આવા દુષમ કાળમાં આવા ઉપકારી પુરુષ, મળવા પણ દુર્લભ છે. આ પુરુષ ઘણો કરીને ઉપકારી લાગે છે. પરંતુ કાળ દુષમ છે. ઉપાધ્યાયજી નય નિક્ષેપના જાણકાર હતા. તેથી તે પુરુષ નય વગર બોલે નહિ, મને આવી પ્રતીતિ છે.
તથા કોઈ સ્થાનકવાસી, તેરાપંથી વગેરે કહે - ઘણાં કાલનો આ પ્રતિમાપૂજન વગેરેનો ગાડરીયો પ્રવાહ પડી ગયો છે. : ઉપાધ્યાય મહારાજે અવશ્ય ખંડન કર્યું હોત. સ્થાનકવાસી વગેરે શ્રી ઉપાધ્યાય મહારાજે ઉપયોગ આપ્યો ન હોય તો કોઈ આવા દ્રવ્ય લીંગીએ જુઠ કદાગ્રહ ચલાવ્યા છે અને નિર્યુક્તિ આદિમાં તે લખી ગયો હોય તો આશ્ચર્ય નહિ. કારણ કે ચૌદ પૂર્વના અભ્યાસીને વચન આલના થાય તો બીજાનું શું કહેવું ? તે પાઠ લખું છું. માયારવનતિઘાં રિદ્દિવાદિmi ! વવિતિય નડ્યા ને તે વેદ મુળી | દશ.વૈ.અ. ૮, ગા.૫૦, આચારા ભગવતી ચૌદ પૂર્વના અભ્યાસીને વચન આલના થઈ જાય તો સાધુ તેની હાંસી ઉપહાસ ન કરે. હીલના ન કરે. શા માટે હાલના કરે ? આમ જાણી છબસ્થ છે. ઉપયોગ આપ્યા વિના ભાષા નિકળી ગઈ છે. પૂર્વ પક્ષના અસત્ સમાધાનનું સત્ સમાધાન ગ્રંથકાર આપે છે. ઉપાધ્યાય મહારાજ આ કાળમાં ભારે પંડિત થયા છે. શ્રી ઉપાધ્યાયજી મહારાજે તો ૩૬૩ પાખંડિઓનો તથા સ્થાનકવાસી વગેરે જૈની નામ ધરાવે છે તે નામ માત્ર સંઘ કહેવડાવે છે તેનો પણ ઉપાધ્યાયજીએ તો ઘણા સ્વમત પરમતના નિર્ણયો કર્યા છે તે પુરુષ આત્મગવેષી દેખાય છે.
તથા કોઈ કહે છે કે ઉપાધ્યાયજીને તપગચ્છનો મોહ દેખાય (લાગે) છે તથા બીજા ગચ્છની પર દ્વેષ દેખાય છે. આ વાત બંધ બેસતી નથી. તે પુરુષ આવા મત કદાગ્રહી નથી દેખાતા. તે પુરુષ ભલા પક્ષને નિંદવા વાળા દેખાતા નથી તથા ભૂંડા પક્ષની ઉપબુહણા કરવા વાલા પણ સંભવતા
૨૦
મોહપત્તી ચર્ચા