________________
કંઈ ઉપજે નહિ તથા અમને પણ વગોવી વગોવીને આ ક્ષેત્રમાં તથા બીજા ક્ષેત્રમાં અમારી ઈજ્જત ધૂળ કરી દેશે. બુટેરાયે અહીં બેસીને રહેવું નહિ અને બીજા સાધુઓ જોઈને મારે ત્યાં આવશે નહિ. અમને ધર્મ ધ્યાનનો વિરહ પડી જશે. આ માટે બુટેરાયજીને જઈને કહીએ - આપ વહેલા અંબાલાથી બહાર જઈને પ્રતિક્રમણ કરજો.
તે ભાઈઓએ મારી પાસે આવીને કહ્યું - સ્વામીજી ! તમે બે ઘડી રાત રહે ત્યારે અહીંથી ચાલ્યા જશો. અંબાલાની બહાર જઈને પ્રતિક્રમણ કરશો. તે વખતે અમે બુટેરાયજીએ પૂછ્યું ભાઈઓ ! તમે આ વાત શા માટે કરી તે કહો- ત્યારે ભાઈઓ હાથ જોડીને બોલ્યા : સ્વામીજી ! અમે તો આપના પરમ ભક્ત છીએ પરંતુ અહીં અમારું કંઈ ઉપજતું નથી વિગેરે પૂર્વની વાત બધી કહી. ત્યારે મેં કહ્યું ભાઈ સાહેબજી ! ભાગી ભાગીને ક્યાં બચીશું? પરંતુ જો તમે જાણો છો કે અમે બુટેરાયના રાગી છીએ. તો જે વખતે અમારો વેષ ખેંચવા આવે તે વખતે તમારે નહિ આવવું અને જે અમારો વેષ ખેંચશે તે વખતે અમે જોઈ લઈશું. રાજ્ય તો અંગ્રેજોનું છે. એમનું રાજ્ય નથી. કોઈ તો પુછશે શા માટે વેષ ખેંચો છો ? તેઓએ શું ગુનો કર્યો છે ? ત્યારે ત્યાં સાચા જુકાનો નિર્ણય થશે. તે જોયો જશે. હમણા તો કશું કહી શકાય નહિ, જે થશે તે ખરું.
પછી જઈને તેઓએ પોતાના સાધુઓને કહ્યું - આ વાતોથી બુટેરાય ડરતા નથી છતાં તમે પોતાના ઘરની તાકાત સમજીને વેષ ખેંચવા જશો તો આવું ન થાય કે તમારી તરફ ઉલટું પડી જાય. આ વાત સાંભળીને તથા વિચારીને વેષ ખેંચવાની વાત ઉડી ગઈ. આ ઉપસર્ગ તો દૂર થયો.
હવે ચર્ચાની એ લોકોમાં વાત સલાહ થઈ ત્યારે તે સાધુઓ તથા તેમના શ્રાવકો ભેગા થઈને ચર્ચા કરવા લાગ્યા- ત્યારે મોહપત્તિની ચર્ચા ચાલી તે તો બધાય કહે ગૌતમ સ્વામીના મોઢે મોહપત્તિ બાંધેલી હતી. એઓમાં મોટા પંડિત કહેવાતા હતા તે રતનચંદ કહેવા લાગ્યા- આ વાત સાવ જુઠ્ઠી છે. મિથ્યા બોલો છો, કહો છો કે ગૌતમ સ્વામીએ મોહપત્તિ બાંધી છે. ગૌતમ સ્વામીએ મોહપત્તિ નથી બાંધી. મોહપત્તિ તો પછી આચાર્ય બાંધી છે પરંતુ કંઈક ગુણ જોઈને બાંધી છે અને પ્રમાણ છે આ
૧૮ મોહપત્તી ચર્ચા