________________
ઉઠે ચાલકોટમાં ગયો.
પછી ચર્ચા ઘણી થઈ, કંઈ સમાધાન થયું નહિ. પછી અમે તથા અમારા ભાઈઓએ મતકદાગ્રહી જાણીને અમે ચાલકોટથી ચાલ્યા આવ્યા પરંતુ અમારા તરફના તો પક્કા અમારા થઈ ગયા. ચાલકોટવાલાઓ તો પોતાના મતમાં રહ્યા, જ્યાં જ્યાં એમની શ્રદ્ધાવાલા હતા ત્યાં ત્યાં પત્ર મોકલીને તથા જાતે જઈને પોતાના શ્રાવકોને પક્કી કર્યા. પછી આવી પ્રરૂપણા કરી : બુટેરાય ગુજરાનવાલા તથા રામનગર બેસી રહે તો એની મરજી. પણ જો અમારા ક્ષેત્રમાં આવશે તો વેષ ખેંચી લઈશું વગેરે ઘણી નિંદા વિકથા કરવા લાગ્યા. જ્યારે આ ચર્ચા ઉઠી છે ત્યારે હું એકલો જ હતો. બીજા સાધુ મારી સાથે કોઈ હતા નહીં.
ચાર શિષ્યો એ મતમાં કર્યા હતા. બે કોટલામાં થયા હતા. એક ખરડનો વાણીઓ હતો. એક પંજબ દેશનો જાટ હતો. એમાંથી એક તો મરી ગયો હતો. બે મારી સાથેથી જુદા થઈને વિચરતા હતા અને બીજાના ચેલા થઈને વિચરતા હતા. જાટ તો વેષ છોડીને નાસી ગયો હતો. હું એકલો વિચરતો હતો અને એક અમારા સંપ્રદાયના લાલચંદજી સાધુ હતા તેનો ચેલો થયો હતો. તેણે વૈરાગ્યથી ૧૫, ૧૬ વર્ષની ઉંમરમાં દીક્ષા લીધી હતી. તે ગુરુને છોડીને મારી પાસે આવી ગયો. મારી સાથે ચોકખો વિહાર કરીને બે ચાર વર્ષ વિચર્યો. મારી પાસે સૂત્ર ભણ્યો પછી તેની યુવા અવસ્થા આવી ત્યારે તેને કામભોગ જગ્યા. તે વખતે તેનું ચિત્ત વેષ છોડવાનું થઈ ગયું પરંતુ અમારા પરસ્પર સ્નેહ ઘણો તેથી તેણે પોતાના હૃદયની વાત મને કહી દીધી. મેં એને ઘણો ઉપદેશ આપ્યો પરંતુ તેના પરિણામ ઊભા ન થયા. મને કહ્યું - સ્વામિજી ! મારી મમતા નહિ કરો. મારા પરિણામ ઊભા થતા નથી. જે મને વેશમાં રાખશો અને મારાથી કાંઈ અકારજ થઈ જાય તો ધર્મની અને તમારી નિંદા થશે. જોકે હું તો નિંદનીક થઈ ગયો છું. જે મારા પરિણામ ફરી ચઢશે તો તમારો આપનો શિષ્ય આવીને બનીશ. આમ કહી પોતાના પોથી પાનાં અને વેષ મને આપીને વંદન નમસ્કાર કરીને ગુજરાનવાલા ઉપાશ્રયમાં બે ઘડી રાત બાકી રહી ત્યારે મારી પાસેથી ચાલ્યો ગયો. લાહોર જઈને સૈન્ય-લશ્કરમાં નોકરી રહી ગયો. એક વર્ષ પછી રજા લઈને મારા દર્શને આવ્યો. દશ વિશ દિવસ રહીને પાછો ચાલ્યો ગયો. આટલી વાતો તો ચર્ચાથી પહેલા થઈ ગઈ.
- ૧૧
- મોહપત્તી ચર્ચા