________________
મારા એકલાનું ચોમાસુ પસરમાં હતું ત્યાં જીવંદેશાહનો ભાણેજ ૧૫, ૧૬ વર્ષની ઉંમરનો હતો તેને ચર્ચા ચાલુ થયા પછી અમારી પાસે દીક્ષા લીધી. અમે બન્ને રામનગર ચોમાસુ કર્યું પછી ચોમાસું ઉઠે મુલચંદને ગુજરાનવાલા ભાઈ કરમચંદની પાસે બોલ વિચાર શીખવા માટે મુકી દીધો અને હું પતીયાલા તરફ ગયો. ત્યાંથી મારી સાથે કોઈ એક સમુદાયના સાધુ ૧૮, ૧૯ વર્ષના સારા બુદ્ધિમાન જેનું નામ ધરમચંદ હતું તેણે મારી પાસે દીક્ષા લીધી. પછી હું તેને સાથે લઈને ગુજરાનવાલામાં આવ્યો. ત્યારે પ્રેમચંદ પણ નોકરી છોડીને ગુજરાનવાલા મારી પાસે આવ્યો અને તેના જે પોથી પાના મારી પાસે હતા તે તેણે માગ્યા. મેં એને આપી દીધા. પોથી પાના લઈને મને વંદન નમસ્કાર કરીને દાદનખાનના પીંડ ગામમાં ચોમાસુ કર્યું. ગૃહસ્થવેષમાં દાદનખાનના પીંડ ગામમાં કોઈ ભાઈને પ્રતિબોધ કર્યો અને મુલચંદે ચોમાસું ગુજરાનવાલા કર્યું. અમે બન્નેય રામનગર ચોમાસું કર્યું.
સં. ૧૯૦૩ની સાલ ચોમાસુ ઉઠતાં અમે મોહપત્તિનો દોરો તોડી દીધો માગશર મહિનામાં. રામનગર શહેર જે પંજાબ દેશમાં છે. લાહોરથી આશરે ૪૦ કોશ ઉત્તર દિશા તરફ છે તથા ચંદ્રભાગા નદીના કાંઠે છે. પછી રામનગરથી અમે ગુજરાનવાલા વિહાર કરી દીધો અને ચોમાસુ ઉઠે મુલચંદે રામનગર વિહાર કર્યો હતો તે અમને માર્ગમાં મળ્યા. અમે તેનો મોહપત્તિનો દોરો તોડાવી દીધો.
અમે ત્રણ સાધુ ગુજરાનવાલામાં ગયા ત્યારે પ્રેમચંદનો પીંડ ગામથી પત્ર આવ્યો. લખ્યું હતું - સ્વામીજી ! આપ પીંડમાં પધારો અને પધારીને દીક્ષા આપો. મારુ ભોગ કર્મ ક્ષીણ થયું જણાય છે. મને હમણાં ભારે વૈરાગ્ય થયો છે. તે માટે હું પોતે ગયો નહિ પણ મુલચંદને પીંડ મોકલ્યો. મુલચંદના જવા પહેલા પ્રતિમાની સાક્ષીએ તથા ભાઈઓની સાક્ષી કરીને મારા નામથી દીક્ષા લઈ લીધી.
હું શા માટે ગયો નહિ :- એક ભાઈ રાવલપીંડીમાં હતા તેનું નામ મોહનલાલ હતું. જ્યારે તે ૭, ૮, વર્ષનો થયો ત્યારે તેની આંખ દુઃખવા આવી, ફોલ્લા પડી જવાથી જોવાનું અટકી ગયું. ભાવિ યોગ મટે નહિ. ઘરમાં બધું સારું હતું, માતા પિતા જીવતા હતા છતાંય તેના મનમાં વૈરાગ્ય પેદા થયો. તેને આંખો વગર સાધુપણું તો મળે નહિ પરંતુ ઘર છોડી
૧૨ મોહપત્તી ચર્ચા