________________
ગુણઠાણું નથી છતાં તમે તો બુટેરાયજીથી કંઈક નીચે જ છો. તમને કયા ગુણઠાણે માનીએ તે કહો ? વિગેરે વાતો મેં ગુજરાનવાલાના ભાઈ ગુલાબરાય પાસે સાંભળી છે. તત્ત્વ તો જ્ઞાની જાણે તથા ચર્ચા કરવાવાળા જાણે. મેં તો એમની પાસે જાતે સાંભળી નથી વિગેરે ઘણી વાતોની ચર્ચા થઈ ચૌદ પંદર દિવસ થયા પરંતુ અમરસિંગની વાત કોઈ શ્રાવકોએ માની નહિ. પછી અમરસિંગજી ગુજરાનવાળાથી વિહાર કરીને પપનાખે તથા કિલ્લે ગયા. ત્યાં અમારી શ્રદ્ધા ખોટી બતાવીને પછી રામનગરમાં ગયા. ત્યાં પણ અમારી શ્રદ્ધા ખોટી દર્શાવીને સ્પાલકોટ જઈ ચોમાસુ કર્યું.
પછી અમે પણ પપનાખે તરફ વિહાર કર્યો. ત્યાંના ભાઈઓએ અમારી સાથે ચર્ચા કરીને ગુજરાનવાલાની જેમ અમારી વાત પ્રમાણ કરી માન્ય કરી તથા કિલ્લાના ભાઈઓએ પણ ચર્ચા કરીને અમારી વાત પ્રમાણ કરી લીધી. અમારી વાત સત્યરૂપે માન્ય કરી લીધી.
પછી અમે રામનગરમાં જઈને ચોમાસુ કર્યું. ત્યાંના ભાઈ માણેક શાસ્ત્રી ભણેલા હતા. ત્યાંના ભાઈઓ બોલ્યા-સ્વામીજી ! માણેકચંદજી માનશે તો અમે બધા ય માની લઈશું. માણેકચંદ બુદ્ધિમાન છે.
આના માટે ફરી અમારે અને માણેકચંદજીને ચર્ચા થવા માંડી. કેટલાક દિવસે માણેકચંદ પ્રતિબોધ પામ્યા. પછી બધાએ વાત માની લીધી ત્યારે ચોમાસામાં રામનગરના ભાઈ દિલબાગરાય સ્પાલકોટમાં પોતાના સાસરે ગયા. તેને અમરસિંગ તથા સોદાગરમલ બન્ને કહેવા લાગ્યા તમે ચોમાસુ ઉઠે બુટેરાયને તથા બીજા ભાઈઓને સાથે લઈને સ્પાલકોટ આવો. તમારી શ્રદ્ધા ફક તુષની જેમ ઉડી જશે. ત્યારે દિલબાગરાય બોલ્યા : ભાઈ સાહેબ ! ફક તુષ તો ઉડી ગઈ છે. અમારા તો ચોક્ખા ભાત છે. તમારી પાસે ફક તુષ છે. ઉડાવવી હોય તો ઉડાવી દઈએ, નહિ ઉડાવવી હોય તો તમારી ઈચ્છા. ઈત્યાદિક પરસ્પરમાં ખેંચ તાણ થઈ ગઈ.
પછી કહેવા લાગ્યા તમે અહીં આવો. અમરસિંગજી અહીં રહેશે. તેથી ચર્ચા કરીને જે સાચું જણાશે તે સ્વીકારીશું. મોઢે તો આ પ્રમાણે કહ્યું પરંતુ મનમાં ઈચ્છા મત કદાગ્રહ કરવાની છે અને ઉપરથી મીઠી વાતો કરીને સ્પાલકોટમાં ચર્ચા કરવી, તેમ નક્કી કરી હું ચોમાસુ
મોહપત્તી ચર્ચા
-
૧૦