________________
૩પ
MAKE-UP કઈ રીતે પોલ્ટિફાર્મમાં મરઘીઓની ચાંચો અને પાંખો ક્રૂરતાથી કાપી નાંખવામાં આવી, કઈ રીતે એક-એક પાંજરામાં ત્રણ-ચાર ગણી મરઘીઓને બેરહમીથી પૂરી દેવામાં આવી, કઈ રીતે એમને કૃત્રિમ પ્રકાશથી ત્રાસ અપાયો, કઈ રીતે એમને કચરા જેવો હાનિકારક ખોરાક અપાયો, કઈ રીતે એમના નર-માદા પંખીઓને અલગ રખાયા, કઈ રીતે એમને જોખમી ઇજેક્શનો અપાયા, કઈ રીતે એમને દિવસ-રાત એમની જ હગારમાં નાહવાની અને એ જ હગાર ખાવાની ફરજ પડાઈ, કઈ રીતે એમને કૃત્રિમ પ્રસૂતિ કરાવી કરાવીને ઈંડાઓનું ઉત્પાદન કરાયું. કઈ રીતે એમની ફર્ટિલિટી પૂરી થતાં એમની કરપીણ હત્યા કરાઈ, ઈંડા, જેને પક્ષીનો ગર્ભ કહેવાય, એમાંથી કઈ રીતે શૈમ્પ બનાવવામાં આવ્યો, કઈ રીતે સસલાંઓને પકડી લાવવામાં આવ્યા, કઈ રીતે એમને મશીનોમાં ફીટ કરી દેવામાં આવ્યા, કઈ રીતે તેઓ એમની આંખો બંધ ન કરી દે, એ માટે એમની પાંપણોને લિટરલી સીવી દેવામાં આવી, કઈ રીતે શેમ્પનો એમની આંખોમાં ટેસ્ટિંગ કરાતાં કરાતાં તેઓ અસહ્ય વેદના ભોગવીને આંધળા થઈ ગયાં, કઈ રીતે એમને મારી નાખીને રેબિટ ચિકન તરીકે હોટેલ્સમાં સર્વ કરાયાં કે કૂતરા જેવા પ્રાણીઓનું ભોજન બનાવી દેવાયા.. આ બધી જ પ્રોસિજર એ આલબમમાં પ્રત્યક્ષ બતાવવામાં આવી છે.