________________
૧૯૬
લવ યુ ડોટર
તેનું Secret આ છે.
પહેલાના સમયમાં થતાં લગ્નોનો આધાર
વડીલો પ્રત્યેનો સમર્પણ ભાવ હતો,
માટે એ લગ્નો ટકાઉ અને સફળ નીવડતા.
આજે લગ્નો જરા-તરામાં તૂટી જાય એવા અને નિષ્ફળ નીવડે છે,
તેનું કારણ એ છે કે
આજના લગ્નોનો આધાર વર-કન્યાનું પોતાનું મન છે,
અને મન જેવું ચંચળ બીજું કશું જ નથી.
Weather you look beauty or wealth or your choice.
After all you are following your mind.
only your mind.
છગને મગનને કહ્યું,
“તું તો જોઈ જોઈને પરણ્યો'તો ને ?
આ ચાર મહિનામાં તો છૂટાછેડાની નોબત વાગવા લાગી.’ મગને ઠાવકાઈથી કહ્યું,
“મારો ચશ્માનો નંબર ખોટો હતો.’
This is the fact my daughter,
નવયૌવનનો આવેગ... અપરિપક્વ અવસ્થા... બાહ્ય દેખાવનું અંજામણ
આ બધું ખોટા નંબરના ચશ્મા છે.
એનાથી કોઈ સાચું જોઈ શકે એ શક્ય જ નથી.
એક વાત હંમેશા ખ્યાલમાં રાખજે