________________
૩૧૩
PARENTING એટલા માત્રથી સંતોષ માનવા જેવું નથી જ, ખરું શિક્ષણ તો તારે જાતે આપવાનું છે. એ છે સંસ્કારોનું શિક્ષણ, સંસ્કૃતિનું શિક્ષણ, નૈિતિક શિક્ષણ અને જીવનસૂત્રોનું શિક્ષણ. મારી વ્હાલી, તારું પોતાનું જીવન એના માટે એક ઉચ્ચ શિક્ષણ હશે અને આ બધાં શિક્ષણો એ શિક્ષણને સજ્જડ બનાવશે.
કેટલાંક વાલીઓ એવા હોય છે જેઓ મોહવશ થઈને સંતાનનો દરેક શબ્દ ઝીલી લેતા હોય છે. તેઓ સંતાનોને પરિપક્વતાને બદલે બેજવાબદારીનું શિક્ષણ આપે છે. Art of parentingના સંદર્ભમાં ચાણક્યનીતિમાં એક સચોટ શ્લોક છે – लालयेत् पञ्च वर्षाणि, दश वर्षाणि ताडयेत् । प्राप्ते च षोडशे वर्षे, पुत्रं मित्रमिवाचरेत् ॥ પાંચ વર્ષ સુધી પુત્રનું લાલન કરવું – એને લાડ લડાવવા બીજા દશ વર્ષના ગાળામાં પુત્રને સાચું શિક્ષણ આપવું,