________________
૩૩૯
LAW ત્યારે કેટલું તો ભૂલી જવાયું હોય છે. સામો વકીલ આડા-અવળા પ્રશ્નો પૂછીને ડખા નાખતો હોય. બધું તત્પણ યાદ ન આવે એ સ્વાભાવિક છે. Examમાં 95% લાવનાર Bright studentને પણ ૫ વર્ષ પછી કેટલું યાદ હોય છે ? ન્યાયિક નિર્ણયો પુરાવા-સાક્ષી આધારિત હોય છે, જેમનો આવી બાબતોમાં મોટા ભાગે અભાવ હોય છે. છેવટે અંગ્રેજ પ્રથા મુજબ શંકાનો લાભ આપીને આરોપીને છોડી મુકાય છે. ત્યાં સુધીમાં કોર્ટના ધક્કા ખાઈ ખાઈને ફરિયાદી થાકી ગયો હોય છે. મારી વ્હાલી, સરકારનો આશય સારો હોવા છતાં કાયદાની ગૂંચો એને સફળ થવા દેતી નથી. ફેમિલી કોર્ટોમાં નિકાલ થયા વિનાના કેટલાય કેસો પડતર હોય છે. આ રીતે જીત કે હાર બંને બાજુ નારીએ અને આખા પરિવારે સહન જ કરવાનું હોય એમાં Lawનો કોઈ જ અર્થ રહેતો નથી. બેટા, આપણી પરંપરાની સામાજિક વ્યવસ્થા એ સાચો રસ્તો છે.