________________
૩૬૦
લવ યુ ડોટર આ દુનિયાની સર્વ સ્ત્રીઓને તું સારી બનાવજે કારણ કે એમાંથી કોઈક મારી દીકરીના સાસુ અને નણંદ થવાના છે. પ્રભુ, જરૂર પડે તો તું આખી દુનિયાનું પુનનિર્માણ કરજે. પણ મારી દીકરીને દુઃખ ન પડે એનું ધ્યાન રાખજે.”
મારી વહાલી, આ એવો અવસર હોય છે. જ્યારે પિતાનું રોમ રોમ બોલતું હોય છે. બેટા, તારી પાનીથી ઝરજો કુમકુમ રંગ તારા બન્ને હોઠ પર રહેજો હાસ્ય અભંગ બેટા, તું અમ બાગનો મઘમઘતો છે છોડ જગજનની પૂરી રહો તારા સઘળા કોડ (હસમુખભાઈ મઢીવાળા)
બસ બેટા, ભાવુકતાની આ ભરતીને બહુ લંબાવવી નથી. હું તો તને એટલું જ કહેવા માંગતો હતો. કે એક પિતા માટે “પુત્રી” શું હોય છે? ને એ પિતા