________________
GOOD-BYE
૩૬૭
ખાનદાન નારીઓનું ખરું આભૂષણ તો શીલ જ છે. એનાથી જ તેઓ શોભે છે.
– નેમિચરિત્ર – ૮ – ૮ – ૮
બેટા,
જાપાનમાં જ્યારે દીકરીના લગ્ન થાય, ત્યારે એ દિવસે
પિતા પોતાની દીકરીને ૧૧ શીખ આપે છે – ૧. “આજે લગ્ન પછી તું મારી પુત્રી નહિ રહે. આજ સુધી તું જે પ્રકારે મારી અને
તારી માતાની આજ્ઞા પાળતી રહી છે, તે જ પ્રમાણે હવે તું તારા સસરા અને
સાસુની આજ્ઞાનું પાલન કરજે. ૨. લગ્ન પછી માત્ર એક પતિ તારો સ્વામી થશે. તેની સાથે હંમેશાં નમ્રતા અને
મોટું મન રાખજે. પોતાના પતિની આજ્ઞાનું અક્ષરશ: પાલન કરવું એ સ્ત્રીઓનો
સર્વશ્રેષ્ઠ ધર્મ છે. ૩. તારા સાસરિયામાં હંમેશાં વિનય અને સહનશીલતા રાખજે અને કાર્યકુશળ
બનજે. ૪. તેમની સાથે અણબનાવ ન કરીશ, નહિ તો પતિનો પ્રેમ ખોઈશ. ૫. કદી ક્રોધ ન કરીશ. પતિ કંઈ અયોગ્ય કરે ત્યારે મૌન રાખજે અને પછી પતિ
શાંત થાય ત્યારે નમ્રતાથી તેમને ખરી હકકીત સમજાવજે. ૬. બહુ વાતો ન કરીશ, જુઠું ન બોલીશ અને પડોશીની નિંદા ન કરીશ. ૭. હાથ જોનાર જોષી વગેરેને તારા ભાગ્યની હકીકત ન પૂછીશ. ૮. તારું ગૃહકાર્ય કરકસરથી ચલાવજે અને સાવધાનીપૂર્વક બધી વ્યવસ્થા કરજે. ૯. તારા પિતાની ઉચ્ચ પદવી અથવા ગૃહસ્થાઈનો ફાંકો ન રાખીશ. પતિ સમક્ષ
તારા પિતાની ધનાઢ્યતાના શ્રીમંતાઈના) વખાણ ન કરીશ. ૧૦. તું યુવાન હોઈને પણ યુવતીઓની ટોળીમાં નહિ બેસતાં વૃદ્ધા પાસે જ બેસવાની
ટેવ રાખજે.