Book Title: Love You Daughter
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 372
________________ उ६८ લવ યુ ડોટર ૧૧. હંમેશાં સ્વચ્છતા અને લજ્જા જળવાય એવાં કપડાં પહેરજે. બહુ ભપકાદાર રંગના અને ફેશનવાળાં કપડાં ન પહેરીશ. મારી હાલી, એક દીકરા માટે મરતાં બાપનું વચન જેટલું મૂલ્યવાન છે એટલું જ મૂલ્યવાન એક દીકરી માટે પિતાએ વિદાય વખતે કહેલું વચન છે. ઘટના ભલે જુદી છે. પાત્રો ભલે અલગ છે. પણ જો તું સમજી શકે તો આ આપણી જ વાત છે. ટકટક કદાચ દુનિયામાં હશે. માતા-પિતાના તો ટાંકણા હોય છે. કચકચ કદાચ બીજે હશે. માતા-પિતાની તો કોતરણી હોય છે. હિટલર કોઈ બીજો હશે. માતા-પિતા તો હંમેશા હિતકર જ હોય છે. अमृतादप्यधिका शिक्षा मातुर्पितुर्गुरुजनस्य । માતા, પિતા અને ગુરુ આ ત્રણની શીખ અમૃત કરતા પણ ચડિયાતી હોય છે. મારી હાલી, તને Good-bye કહેતા મારો જીવ ચાલતો નથી.

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382