________________
૩૬૬
લવ યુ ડોટર અનંગસિંહ રાજા પોતાની દીકરી રત્નવતી રાજકુમારીને વિદાય આપતા કહે છે – મારી દીકરી, તું પોતે જ નૈસર્ગિક રીતે કુશળ છે. માટે જો કે મારે તને કંઈ શીખવવાનું ન હોય. છતાં પણ સંતાન તરીકે તારા પરનો મારો સ્નેહ મને પરાણે બોલાવડાવે છે.
બેટા,
પતિની જે કાંઈ પણ સેવા હોય... એમને પાણી આપવું, જમાડવું વગેરે. આ બધામાં તે પોતે જ જોડાજે. આ બધું કરવામાં તારા રાણીપણાનો વિચાર બિલકુલ ન કરતી. પતિ તને સમ્માન આપે એનાથી કદી તું અક્કડ ન થતી. કારણ કે એનાથી પતિનો પ્રેમ ઓછો થઈ જાય છે અને એથી સ્ત્રીઓ નક્કી નાશ પામે છે. બેટા, સોનાના કે રત્નના આભૂષણો એ તો કહેવા પૂરતા જ આભૂષણો છે. બાકી