________________
CRUELTY
છીએ. શહેરોના શિક્ષિતોએ ફેમિલી પ્લાનીંગને અપનાવી લીધું છે. દેશમાં વસતિવધારો ખાળવો જરૂરી છે એટલે આપણા શાસકોએ કુટુંબિનિયોજન અને એબોર્શન પ્રત્યે અતિશય ઉદાર વલણ દાખવ્યું છે. ટી.વી. કે અખબારો દ્વારા આપણાં બાળકો રોજ નિરોધની જાહેરખબરો વાંચે છે. હકીકતમાં વસતિ વધી તેમ પારિવારિક આવક અને રાષ્ટ્રીય આવક વધી જ છે. એ બધાં ભૂલી જાય છે અને આર્ય પ્રજાનો વિનાશ કરવાના આ પત્ર્યંત્રમાં બધાં ફસાઈ જાય છે.
૩૪૯
સરળ, સલામત અને સોંઘું એબોર્શન કરી અને તમને બે કલાકમાં ઘેર મોકલી આપીશું, એવી જાહેરખબરો સત્તાવાર કલીનિકો કરે છે. બિનસત્તાવાર કલીનિકો પાર વિનાનાં છે. એવો પ્રચાર થાય છે કે એબોર્શન તો બચ્ચાંના ખેલ છે. એક નાનકડા નાજુક સકશન પંપ (નળીમાંથી હવા કાઢી નાખીને તે દ્વારા કોઈ ચીજને ચૂસી કે ખેંચી લેવાનું કાર્ય કરતું સાધન) દ્વારા ભ્રૂણ કે નાના કાચા ગર્ભને ઘડીના છઠ્ઠા ભાગમાં ડૉક્ટર ખેંચી લે છે, જાણે માથામાં જૂ વીણી લીધી. કશી વાઢકાપ નહિ. આવી વાતો, નાના બાળકને પટાવવામાં આવે એ રીતે, વહેતી મૂકાઈ છે, ત્યારે આ વિષયમાં ધીરેન ભગતે ન્યુયોર્કના ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર બર્નાર્ડ નેથેનસનની દસ્તાવેજી ફિલ્મ ધ સાઇલેન્ટ સ્ક્રીમ (મૂંગી ચીસ કે શાંત કોલાહલ)નું કરેલું વર્ણન સૌને વિચારતા કરી મૂકે એવું છે.
એબોર્શન એ શું હત્યા છે ? એવો બુનિયાદી પ્રશ્ન ભગતે ઉપસ્થિત કર્યો છે. ધીરેન ભગતને ડૉ. નેથેનસને પૅરિસમાં હમણાં કહ્યું કે, સાઈલેન્ટ સ્કીમ નામની આ ફિલ્મ હું ભારતમાં બતાવવા તૈયાર છું. અલ્ટ્રાસાઉન્ડ ટેક્નીક વડે નેથેનસને આ ફિલ્મમાં બાર સપ્તાહનો ગર્ભ એબોર્શન વખતે કેવી રીતે વર્તે છે તેની સ્પષ્ટ, વિઝ્યુઅલ રજુઆત કરી છે. અમેરિકા અને યુરોપમાં આ ફિલ્મ જોનારાઓએ એબોર્શનના કાયદાઓ બદલવાની ઝુંબેશ શરૂ કરી છે.
અત્યાર સુધી તબીબીશાસ્ત્ર ૧૬ સપ્તાહના ભ્રૂણને કાકડા કે તલ કે મસા કે નખ કરતાં ભિન્ન ગણતું ન હતું. તેનામાં સાચ્ચા માણસનો સાચ્ચો જીવ છે એવું ધ સાઇલેન્ટ સ્ક્રીમ ફિલ્મ પૂરવાર કર્યું છે. દર્શકોએ ટી.વી.ઉપર જોયું કે એબોર્શન પૂર્વેનો ૧૬ સપ્તાહનો ભ્રૂણ પૂર્ણપણે માણસ છે. ડૉક્ટરો તબીબી સાધનોની મદદથી બાળકની ફરતા આવરણને પંક્ચર કરે છે, તેઓ ગર્ભના ટુકડા કરી નાખે છે. ખોપરીવાળું મોટું માથું ઘણીવાર સમસ્યા ઉભી કરે છે. તબીબો ભ્રૂણના તરતા માથાને ફોરસેપની મદદથી જોરથી દાબીને તોડી નાંખે છે અને છેવટે એના મગજમાં કૂણાં હાડકાની કટકીઓ કરીને સક્શન પંપ દ્વારા તેને શોષીને ચૂસીને બહાર કાઢી લે છે.