________________
૩૫૦
લવ યુ ડોટર જેમનો પગ કુંડાળામાં પડી ગયો હોય એવી લાખો અપરિણીત તરુણીઓ માટે આનો વિકલ્પ નથી હોતો. ડૉક્ટર નેથેનસનની ફિલ્મની પરાકાષ્ઠા તો ત્યારે આવે છે જયારે પેલું કાચું બાળક કે પેલો ભૂણ તેની હત્યા કરવા તેની નજીક આવતા તબીબી સાધન પ્રત્યે પોતાના નાજુક પ્રત્યાઘાત (રિએક્શન) વ્યક્ત કરે છે. જગદીશચંદ્ર બોઝ કહ્યું હતું-પાંદડાં તોડશો મા, તેનામાં જીવ છે. જગદીશચંદ્ર ધ સાઈલેન્ટ સ્કીમ જોઈ હોત તો કદાચ તેઓ બેહોશ થઈ જાત.
સક્શન પંપ ભૂણની નજીક જાય છે ત્યારે બાળકના હૃદયના ધબકારા મિનિટે ૧૪) હોય છે, જેવો પંપ તેની વધારે નજીક જાય છે ત્યારે કાચા બાળકના હૃદયના ધબકારા વધીને મિનિટે ૨૦૦ થઈ જાય છે. તે બાપડું સમજે છે કે મારી ઉપર જીવલેણ આક્રમણ થઈ રહ્યું છે. તેનો જીવનદીપ ઓલવવા આવતા સાધનથી બચવા તે થોડુંક પાછું હટી જાય છે. તેની આજુબાજુની નાળ અને તેનું આવરણ તબીબી સાધનથી છિદ્રવાળું બને તે પછી તેને ઝપટમાં લેવામાં અને ચૂંથવામાં, તોડવામાં આવે છે.
બાળકના માથાથી તેના ધડને ઝાટકા સાથે છૂટું કરવામાં આવે છે ત્યારે તે વેદનાથી મોટું ખોલે છે. આ છે સાઈલેન્ટ સ્કીમ (મૂંગી ચીસ). માથું તોડતી વખતે એનેસ્થિશિયા આપનાર વ્યક્તિ તબીબને કહે છે, હવે બાકી રહ્યું છે આ નંબર વન ! પછી ફોરસેપથી દબાવીને કડક માથાને તોડી કે વિસર્જિત કરી નાખવામાં આવે છે.
એક જીવતા, રક્ષણવિહોણા (ડિફેન્સલેસ) ટચૂકડા માનવીની હત્યા કરનારને પીનલ કોડની ૩૦મી કલમ નીચે મર્ડર માટે પકડવામાં આવતો નથી ! રોનાલ્ડ રેગનને ધ સાઈલેન્ટ સ્કીમ ગમી અને તેમણે દરેક કોંગ્રેસમેનને (અમેરિકન સંસદ સભ્યને) એ ફિલ્મ જોવાની ભલામણ કરી હતી. રેગન એબોર્શનનો કાયદો બદલવા આતુર હતા.
બ્રિટનમાં કેટલાક તબીબોએ કહ્યું છે કે આ ફિલ્મ અતિશયોક્તિ કરે છે, તેમાં સ્પેશ્યલ ઇફેક્ટસ છે. તેમાં વિકૃતિઓ છે. પણ જ્યારે ફિલ્મનિર્માતા તેમને પૂછે છે કે ભાઈ, આમાં કઈ ટેકનિકલ ક્ષતિ છે? ત્યારે પેલા વાંધાવચકા કાઢનાર માણસ કાંઈ બોલી શકતો નથી, કારણ કે ધ સાઈલેન્ટ સ્કીમ એક સાચી ફિલ્મ છે.
સત્ય હંમેશા કલ્પના કરતાં, વાર્તા કરતાં વધુ ચોંકાવનારું હોય છે. ભારતમાં સંસદસભ્યો ધ સાઈલેન્ટ સ્કીમ જોઈ લે, તે પછી એબોર્શનને મંજૂરી આપતો કાયદો રદબાતલ કરવો સહેલો થઈ પડશે. એબોર્શન એ હત્યા કહેવાય એવી જોગવાઈ પીનલ કોડમાં સામેલ થઈ જાય, એ દિવસ માનવતાના મહોત્સવ જેવો થઈ જશે.