Book Title: Love You Daughter
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 360
________________ ૩૫૬ લવ યુ ડોટર કરોડોથી પણ જેની કિંમત ન થાય એવી મારી દીકરી ચિંતામાં હોય એની સામે સિત્તેર હજારની શું કિંમત છે?” My dear, ફરી એ કવિતા યાદ આવે છે. રૂપિયા આના પાઈનો તું છોડ સરવાળો હવે, આ તો પ્રેમનો વેપાર છે હંમેશા ખોટ કરશે. આ એક જરૂરી ખોટ છે, એ ન હોય તો બીજી હજારો ખોટ માણસને ઘેરી વળે છે. આજે પણ એવી પુત્રવધૂ છે. જેના પતિ ધંધાના કામે છ મહિના સુધી વિદેશમાં રહે છે. પત્નીને સાથે આવવા માટે આગ્રહ કરે છે. પણ એનો એક જ જવાબ છે. જ્યાં સુધી બા છે, ત્યાં સુધી એમની સેવા માટે હું અહીં જ રહીશ.” મારી વ્હાલી, વહુની વિશેષતા આમાં ચોક્કસ છે. પણ એની સાથે સાથે સાસુની પણ વિશેષતા છે. સાસુ જો ખરા હૃદયથી વહુને દીકરી સમજે.

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382