________________
૩૫૬
લવ યુ ડોટર કરોડોથી પણ જેની કિંમત ન થાય એવી મારી દીકરી ચિંતામાં હોય એની સામે સિત્તેર હજારની શું કિંમત છે?”
My dear, ફરી એ કવિતા યાદ આવે છે. રૂપિયા આના પાઈનો તું છોડ સરવાળો હવે, આ તો પ્રેમનો વેપાર છે હંમેશા ખોટ કરશે. આ એક જરૂરી ખોટ છે, એ ન હોય તો બીજી હજારો ખોટ માણસને ઘેરી વળે છે. આજે પણ એવી પુત્રવધૂ છે. જેના પતિ ધંધાના કામે છ મહિના સુધી વિદેશમાં રહે છે. પત્નીને સાથે આવવા માટે આગ્રહ કરે છે. પણ એનો એક જ જવાબ છે.
જ્યાં સુધી બા છે, ત્યાં સુધી એમની સેવા માટે હું અહીં જ રહીશ.”
મારી વ્હાલી, વહુની વિશેષતા આમાં ચોક્કસ છે. પણ એની સાથે સાથે સાસુની પણ વિશેષતા છે. સાસુ જો ખરા હૃદયથી વહુને દીકરી સમજે.