________________
FOURTH BIRTH
૩૫૫
બરાબર એવી જ બીજી વીંટી મળી આવી. બંને વીંટી એકદમ સરખી. વહુ ઘરના સભ્યોને એ બતાવે છે ને કહે છે
આ કેવો ચમત્કાર થઈ ગયો !” સાસુ પણ કહે છે – “ખરેખર ચમત્કાર કહેવાય.' સાંજે ફોનની ઘંટડી વાગી. વહુએ ફોન ઉપાડ્યો. સામેથી અવાજ આવ્યો. “નીલાબહેન છે?” “ના, કેમ? શું કામ હતું?” “કાલે એમણે ૭૦ હજારની વીંટી ખરીદી, તેના પેમેન્ટમાં ૫૦૦ની એક નોટ વધારે આવી ગઈ છે. લઈ જાય.”
સાસુ દેરાસરથી આવ્યા ને વહુ એમના ખોળામાં માથું રાખી ધ્રુસકે ધ્રુસકે રડી પડી... “મમ્મી, તમે મારા માટે....સિત્તેર હજારની....” સાસુએ પ્રેમથી કહ્યું, “એમાં કંઈ જ નથી બેટા. એ સિત્તેર હજારથી તો આ ઘરમાં સિત્તેર વર્ષ સુધી દિવાળી થવાની છે.