Book Title: Love You Daughter
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 359
________________ FOURTH BIRTH ૩૫૫ બરાબર એવી જ બીજી વીંટી મળી આવી. બંને વીંટી એકદમ સરખી. વહુ ઘરના સભ્યોને એ બતાવે છે ને કહે છે આ કેવો ચમત્કાર થઈ ગયો !” સાસુ પણ કહે છે – “ખરેખર ચમત્કાર કહેવાય.' સાંજે ફોનની ઘંટડી વાગી. વહુએ ફોન ઉપાડ્યો. સામેથી અવાજ આવ્યો. “નીલાબહેન છે?” “ના, કેમ? શું કામ હતું?” “કાલે એમણે ૭૦ હજારની વીંટી ખરીદી, તેના પેમેન્ટમાં ૫૦૦ની એક નોટ વધારે આવી ગઈ છે. લઈ જાય.” સાસુ દેરાસરથી આવ્યા ને વહુ એમના ખોળામાં માથું રાખી ધ્રુસકે ધ્રુસકે રડી પડી... “મમ્મી, તમે મારા માટે....સિત્તેર હજારની....” સાસુએ પ્રેમથી કહ્યું, “એમાં કંઈ જ નથી બેટા. એ સિત્તેર હજારથી તો આ ઘરમાં સિત્તેર વર્ષ સુધી દિવાળી થવાની છે.

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382