________________
उ४४
લવ યુ ડોટર જાય છે. પછીનું ગર્ભાધાન ઉથલો મારે છે અને રક્તસ્રાવને કારણે સ્ત્રી નંખાઈ જાય છે.
• હિસ્ટરોટોમી (નાનું સીઝેરિયન) : પેઢુને ચીરી, સગર્ભા સ્ત્રીનાં આંતરડા બહાર કાઢી, ગર્ભાશયને ખોલી, જીવતું બાળક બહાર કાઢવામાં આવે છે. પછી તેને બાલદીમાં ફેંકી દેવું પડે છે. હાથ પગ હલાવતું, હવાતિયાં મારતું, રડતું, બાળક બાલદીમાં જ મરી જાય છે. તેમાં પણ કેટલાક જબરા જીવો કલાકો સુધી મરવાની ના પાડે છે અને ઓપરેશન થીએટરમાં બીજો કેસ તુરત જ દાખલ કરવાનો હોય છે, તેથી બાલદીમાં જીવતા બાળકને તીક્ષ્ણ હથિયાર વડે વીધી નાંખવામાં આવે છે અથવા મોટા ફટકાથી તેનો કચ્ચરઘાણ કાઢી નાખવામાં આવે છે. જો કાતિલ ખૂનીઓ, ડાકુઓ, મારાઓ અને આદતના નર-હત્યારાઓ આવાં બે-ચાર ઑપરેશનો જોઈ લે તો કદાચ તેઓ પોતાનો ધંધો છોડીને સાધુ બની જાય અથવા આવું કામ કરનારાઓનું ખૂન કરી બેસે.
• ઝેરી ક્ષારવાળી પદ્ધતિઃ એક લાંબો સોયો ગર્ભાશયમાં ભોંકવામાં આવે છે, તેમાં પીચકારી વડે ક્ષારનું દ્રાવણ છોડવામાં આવે છે. ચારે તરફના દ્રાવણથી ઘેરાયેલું બાળક થોડો ક્ષાર ગળી જતાં જોતજોતામાં બાળકને ગર્ભાશયમાં હેડકી ઉપડે છે. ઝેર ખાધું હોય એવા માણસની જેમ તે ગર્ભાશયમાં આમળાવા-ખેંચાવા લાગે છે. ક્ષારની દાહક અસરથી તેની ચામડી કાળી પડી ડાય છે. અંતે ગૂંગળાઈને બાળક ગર્ભમાં મરી જાય છે. પછી તેને બહાર કાઢી લેવામાં આવે છે. ઘણી વાર ઉતાવળમાં કાઢવામાં આવે તો બાળક થોડું જીવતું હોય છે. આ વખતે તેની ચામડી વાદળી હોય છે. બહાર તે થોડી જ વારમાં મૃત્યુ પામે છે. આવા ગર્ભપાતમાં જો બાળક જોડિયું હોય તો એક મરેલું અવતરે ને બીજું જીવતું આવે, પરંતુ તેને પણ ટૂંક સમયમાં જ અન્ય ઘાતકી રીત વડે મરણને શરણ કરવામાં આવે છે.
• નિકાલની આગવી રીતો : એક ઑપરેશનમાં ૭ માસનું બાળક જીવતું નીકળ્યું. પોતાને આ દુનિયામાં જીવવાનો અધિકાર છે એમ વ્યક્ત કરવા માટે તે જોરશોરથી રડવા લાગ્યું. ડૉક્ટરે તેને મહેતરને આપી દેવા માટે આયાને સોપ્યું. જીવતા બાળકને દાટી દેવા માટે મહેતરે અસ્વીકાર કર્યો. આયા અને મહેતર વચ્ચે ઝઘડો થયો. અંતે આયાએ બાળકને ભોયતળિયે પછાડ્યું. થોડીવાર તરફડીને તે મૃત્યુ પામ્યું. તે પછી મહેતરે તેના માસૂમ શબનો સ્વીકાર કર્યો. આયા (મોટીવેટર) ને દસ રૂપિયા મળ્યા, ડૉક્ટરને તથા તેના મદદનીશને પાંચ રૂપિયા મળ્યા, નર્સને એક રૂપિયો મળ્યો અને પોતાના જ બાળકની હત્યારી માતાને પૂરા એકસો રૂપિયા મળ્યા. (૧૯૭રથી ભારત સરકાર પુરસ્કાર આપે છે.) ગર્ભપાતના કિસ્સામાં કેટલીક